Abtak Media Google News

સ્ટેટિક ચાર્જ અને ટ્રકને શું સંબંધ છે..ક્યાં કારણે ટ્રકમાં સાંકળ લટકાવવામાં આવે છે?

ઓફબીટ ન્યુઝ

હિલચાલ અથવા ઘર્ષણને કારણે ટ્રક પર સ્ટેટિક ચાર્જ સંચિત થાય છે. સ્ટેટિક ચાર્જને કારણે ટ્રકમાં સ્પાર્ક થવાનું જોખમ રહેલું છે.

આવી સ્થિતિમાં જ્વલનશીલ સામગ્રી વહન કરતી ટ્રકમાં આગ લાગવાનું જોખમ વધી જાય છે.

Truck Chain

તેનાથી બચવા માટે આ સાંકળને ટ્રક સાથે બાંધી દેવામાં આવી છે. આ સાંકળ નીચે પૃથ્વીને સ્પર્શતી હોવાને કારણે સમગ્ર ચાર્જ તેના દ્વારા પૃથ્વીમાં જાય છે અને ટ્રક સુરક્ષિત રહે છે.

આ સાંકળ ટ્રકમાં આવતા સમગ્ર ચાર્જને પૃથ્વી પર મોકલે છે. આ સાંકળ અમુક ધાતુની બનેલી હોય છે, જેમ કે લોખંડ અથવા અન્ય કોઈપણ ધાતુ જે વીજળીનું સારું વાહક છે.

ભારતમાં મોટા ભાગના લોકો લોખંડની સાંકળ લટકાવતા હોય છે, આ સિવાય આ ચેન પણ અલગથી બજારમાં મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.