Abtak Media Google News

રોજગારીનું સર્જન કરવામાં મોદી સરકાર નિષ્ફળ

૨૦૧૯માં યોજાનાર લોકસભાની સામાન્ય ચુંટણીનો મુખ્ય મુદ્દો બેરોજગારી બની રહેશે ભારતનાં યુવાનોમાં બેરોજગારીનો મુદ્દો અત્યંત મહત્વનો હોવાનું જણાવી કોંગ્રેસના નેતા અને પૂર્વ નાણાપ્રધાન ચીદમ્બરમે પ્રવર્તમાન મોદી સરકારની આકરી ઝાટકણી કાઢી હતી.

ભારતીય યુવા કોંગ્રેસની રાષ્ટ્રીય કારોબારી બેઠકને સંબોધતા પૂર્વ નાણા મંત્રી પી.ચીદમ્બરમ જણાવ્યું હતું કે ૨૦૧૯ની સામાન્ય લોકસભા ચુંટણીમાં સૌથી મોટો ઇસ્યુ બેરોજગારી અને રોજગારી સર્જનમાં મોદી સરકારની અકાયતા બની રહેશે તેઓએ જણાવ્યું હતું કે મોદી સરકાર એટલે અસમર્થ છે કે તેમને ખબર નથી કે રોજગારીનું સર્જન કેમ કરવું.

પૂર્ણ નાણામંત્રી બે વર્તમાન સરકારની નીતીમતિની ટીકા કરતા જણાવ્યું હતું કે આજે શિક્ષણક્ષેત્ર કથળી રહ્યું છે સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી મોટાભાગની શાળાઓમાં બબ્બે શિક્ષકોથી ચલાવવામાં આવે છે જો સરકાર શિક્ષકોની ભરતી કરે તો રોજગારીની સાથે સાથે શિક્ષણનું સ્તર પણ ઉચું આવે સરકારી વ્યવસ્થામાં ખાલી જગ્યાઓનો ચિતાર આપતા પૂર્વ નાણામંત્રીએ ઉમેર્યુ હતું કે કેન્દ્રીય યુનિવર્સિટીઓમાં ૬ હજાર જેટલી જગ્યાઓ ખાલી છે. ન્યાય તંત્રના ૪૧૦ ન્યાયમૂર્તિઓની જગ્યાઓ ખાલી પડી છે. એ રીતે અટકાવતા જુદા જુદા વિભાગોમાં હજારો જગ્યા ભરવામાં ન આવી હોવાનું જણાવ્યું હતું.

આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે રોજગારીનું સર્જન કરવા માઇક્રો, સ્મોલ અને મીડીયમ સાહસોમાં  રોજગારી સર્જનની જબરી તાકાતો જો કોંગ્રેસ સત્તા પર આવશે તો યુવાનો માટે રોજગારીની વિપુલ તકો પેદા કરી મરઘા ઉછેર, ફુડ પ્રોસેસીંગ, ડેરી ફામીગ વગેરે જગ્યાઓમાં રોજગારીનું સર્જન કરશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.