Abtak Media Google News

વોટ્સએપે હિંસક, ગેરમાર્ગે દોરનાર, અભદ્ર, ધાર્મિક લાગણી દુભાવનાર ૫૦ લાખ યુઝરો ઉપર પ્રતિબંધ મુકયો

સોશીયલ મીડિયા પર કોઈપણ વસ્તુઓ ફલીપ કે મેસેજ વાયરલ થાય ત્યાં સુધી તો વાંધો નથી પરંતુ જયારે તે વાયરસ બને છે ત્યારે સમાજ માટે દુષણ સાબીત થાય છે જેને પગલે સરકારે વોટ્સએપને બાનમાં લેવા કેટલાક કાયદાઓની સુચી તૈયાર કરી છે. તાજેતરમાં જ વોટ્સએપે ટીડીપી પાર્ટીના રાજયસભાના સભ્ય સી.એમ.રમેશને બ્લોક કર્યા હતા. જો કે રાજનેતાનો દાવો છે કે તેણે કોઈપણ નિયમોનો ભંગ કર્યો નથી પરંતુ જે ગતિથી સોશીયલ મીડિયા દૂષણ તરફ આગળ વધી રહ્યું છે. તેના કારણે સમાજમાં લોકોને એકબીજા પ્રત્યે ધૃણા,અફવા અને ફેક ન્યુઝનો સંચાર ન થાય તેવા હેતુથી માર્ગદર્શીકા તૈયાર કરવામાં આવી છે.

Advertisement

જો કોઈ તમને વોટ્સએપમાં બ્લોક રિપોર્ટ ન કરે તો પણ વોટ્સએપના ટર્મ અને કંડીશનનું ઉલ્લંઘન કરનારને વોટ્સએપ છોડશે નહીં. કોઈપણ વ્યક્તિને ગેરકાયદેસર, ધૃણા સ્પદ, વિવાદાસ્પદ અથવા ધમકીભર્યા મેસેજ, ફોટો કે વીડીયો મોકલનારને વોટ્સએપ બ્લોક કરી દેશે. એવા સંદેશાઓ કે જેનાથી લોકો હિંસા માટે પ્રેરાય છે અને ગુનાખોરીની સંખ્યા વધે છે તેને પણ વોટ્સએપ પોતાનું માધ્યમ ઉપયોગ કરવાથી વંચિત રાખશે.

જો તમે કોઈને ઢગલાબંધ મેસેજીસ મોકલશો અને તે તમારા કોન્ટેકટ લીસ્ટમાં પણ નહીં હોય તો તમારે વોટ્સએપને ગુડબાય કહેવું પડશે. અન્યના ફોન કે સોફટવેરમાં વોટ્સએપના માધ્યમથી વાયરસ કે માલવેર ફેલાવનારા, વોટ્સએપ સર્વર હેક કરનારા, વોટ્સએપના માધ્યમથી જાસુસી કરનારા માટે આ માધ્યમ હંમેશા માટે પ્રતિબંધ થઈ જશે. તાજેતરમાં ૫૦ લાખ વોટ્સએપ એકાઉન્ટને બંધ કર્યા છે. જેમાંથી ૭૫ ટકા વોટ્સએપ એકાઉન્ટ રિપોર્ટ કર્યા વીના જ બંધ કરવામાં આવ્યા હતા. માટે કોઈપણ વિવાદાસ્પદ મેસેજ કલીપ કે વીડીયો વાયરલ કરતા પહેલા ચેતજો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.