Abtak Media Google News

અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા યુ-ટ્યૂબના હેડ ક્વાર્ટરમાં એક મહિલાએ તેના બોયફ્રેન્ડને ગોળી મારી દીધી છે. બોયફ્રેન્ડ ગંભીર રીતે ઘાયલ છે. જોકે ત્યારપછી મહિલાએ પોતાની જાતને પણ ગોળી મારીને આપઘાત કરી લીધો છે. આ ઘટનામાં અન્ય 3 લોકો પણ ઘાયલ થયા હોવાની માહિતી મળી છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે આ મહિલા સ્કાર્ફ અને ચશ્મા પહેરીને આવી હતી. તેની પાસે બંદૂક પણ હતી. એક ન્યૂઝ વેબસાઈટે આ મહિલાની ઓળખ 38 વર્ષની નસીમા અધદમ તરીકે કરી છે.

લંચ સમયે મહિલાએ કર્યો હુમલો
– એનબીસીએ તેમના રિપોર્ટમાં જણાવ્યું છે કે, મહિલાએ લંચ ટાઈમમાં હુમલો કર્યો હતો. તેણે પહેલાં ડાઈનિંગ એરિયામાં પહોંચીને ફાયરિંગ શરૂ કર્યું હતું.
– સૈન બ્રુનોના પોલીસ અધિકારીએ જણાવ્યું કે, અમે ઘટનાના થોડા સમય પછી જ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ત્યાં સુધી બધા ઓફિસની બહાર આવી ગયા હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.