Abtak Media Google News

આફ્રિકન માઇગ્રન્ટોને જર્મની, કેનેડા, ઇટાલી સહિતના યુરોપિયન દેશોમાં મોકલાશે: માનસિક અસ્થિરતા ધરાવતા આફ્રિકનોને ઇઝરાયલમાં રહેવાની છુટ

ઇઝરાયલ દેશમાં ધુસેલા ૧૬ હજાર આફ્રિકનોને તેમના વેતન આફ્રિકામાં નહિ પણ યુરોપના દેશોમાં ખદેડાશે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહુએ તાજેતરમાં જાહેરાત કરતા જણાવ્યું હતું કે ઇઝરાયલમાં રહેતા આફ્રિકાના લોકોને યુરોપના દેશોમાં મોકલવા માટેના કરારો સાઇન થયા છે.
યુરોપીયન દેશોના નામ જણાવતા બેન્જામીન નેતાન્યાહુએ કહ્યું કે, કેનેડા, જર્મની, ઇટાલી સહીતના યુરોપીયન દેશો આ માઇગ્રન્ટોને સ્વીકારશે.

Advertisement

તેમણે એમ પણ જણાવ્યું હતું કે ઇઝરાયલ સરકારના આ પ્લાન વિશે આફ્રિકનોને કંઇ જાણ નથી. ઇજીપ્તની બોર્ડર થકી ગેરકાયદે રીતે ધુસેલા આફ્રિકનોની હંકાલપટ્ટી કરવા ઇઝરાયલ સરકારે તખ્તો તૈયાર કર્યો છે.
જો કે આફ્રિકનોની માનસીક પરિસ્થિતિ સારી નહી હોય તેઓને ઇઝરાયલમાં આસરો આપવાનો વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહુએ નિર્ણય લીધો છે. યુએન (યુનાઇટેડ નેશન) ના હાઇ કમીશનરે આ માટે ઇઝરાયલ સાથે હસ્તાર કર્યા છે. પરંતુ હજુ સુધી એ જાહેર કયુૃ નથી કે કયા આફ્રિકનને કયા યુરોપિયન દેશમાં મોકલવામાં આવશે.

 

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.