Abtak Media Google News

બોકસ ચરખા અને બુક ચરખામાં ભાવ વધારાથી ગ્રામ્ય વિસ્તારમાં ખાદી ઉધોગ ચલાવતી મહિલાઓમાં નિરાશા

ભારતની સ્વતંત્રતામાં ચરખાનું સૌથી મોટું સ્થાન છે. ખાદીએ ટકવા માટે સંઘર્ષ કરવો પડયો છે. જીએસટી લાગવાથી ચરખાના સ્પેર પાર્ટમાં પણ ટેકસ લાગુ થતા પરંપરાગત કાંતણ ઉધોગ પર માઠી અસર પડી છે. ચરખામાં અમુક સમય બાદ તેના સ્પેર પાર્ટસ બદલવા પડતા હોય છે. જેમાં જીએસટી લાગતા ફાઈનલ પ્રોડકટ માટે ગ્રાહકોએ વધુ કિંમત ચુકવવી પડે છે. ગાંધી આશ્રમ ગુજરાત ખાદી ગ્રામોધોગ મંડળના ડાયરેકટર કલ્યાણસિંહ રાઠોડ જણાવે છે.

ચરખાના વિવિધ પ્રકારો હોય છે જે ધાતુ અથવા લાકડાથી બને છે. હવે ગીયર, ફેરવવાનો હાથો અને રોલ બોડી જેવા સાધનોમાં ૧૨ ટકા અથવા ૧૮ ટકા જીએસટી લાગતા ચરખાના ભાવમાં વધારો થયો છે. સૌથી વધુ વેચાતા અંબર ચરખાનો ખર્ચ રૂ.૧૩ હજાર થતો જે અત્યારે વધીને રૂ.૧૫ હજાર થઈ ચુકયો છે. તેથી બુક ચરખા તેમજ બોકસ ચરખાના ભાવ આપો-આપ વધી રહ્યા છે.

ગ્રામ્ય વિસ્તારમાં ખાદી ઉધોગ દ્વારા જીવન નિર્વાણ માટે ચરખા ચલાવી પરંપરા સાંચવતી મહિલાઓમાં અંબર ચરખાની માંગ હંમેશાથી રહી છે. ચરખા તો કંપનીઓમાં બને છે પણ તેના સ્પેર પાર્ટને બદલવા પડે છે. જેનો ખર્ચ હવે ૧૮ થી ૨૦ ટકા સુધીનો વધી ગયો છે. વિદેશી છોડો સ્વદેશી અપનાવો આંદોલનમાં રોલ મોડલ બનનાર ગાંધીજીના હથિયાર ચરખાની જીએસટીને લઈ માઠી સર્જાઈ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.