Abtak Media Google News

રઘુકુલ સોશ્યલ કલબના સભ્યો ‘અબતક’ આંગણે

રેસકોર્ષના મેદાનમાં પહેલી જ વાર ઐતિહાસિક અલૌકીક અને અદ્વિતીય શિવ ઉત્સવ આઠ દિવસ એટલે કે તા ૨૪ થી ૩૧ સુધી યોજાશે. જેમાં દરરોજ મહાપૂજા, મહાયજ્ઞ, મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન રાજકોટની ઉત્સવપ્રિય જનતા માટે વિના મૂલ્યે કરવામાં આવેલ છે.

પચીસ ફુટનું ‚દ્રાક્ષના પારાથી બનેલ ભવ્યાતિભવ્ય બાહુબલી શિવલીંગનું સ્થાપન કરવામાં આવ્યું છે. જેના દર્શન આખો દિવસ કરી શકાશે. સવારે ૭.૩૦ વાગ્યે આરતી થશે ત્યાર બાદ ૮ વાગ્યે લધુ‚દ્રના જાપ સાથે હવન થશે. સાંજે પ થી ૭ મહામૃત્યુજયના જાપ સાથે હવન થશે. સાંજે ૭.૩૦ વાગ્યે મહાઆરતી થશે ને ત્યારબાદ ૮ થી ૯ મહાપ્રસાદ (ફરાળા)નુંં આયોજન કરવામાં આવ્યેં છે. રાત્રે ૯વાગ્યાથી સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ રીતે સતત આઠ દિવસ જાહેર જનતાને ભોળાનાથની ભકિત કરવા અનોખા શિવ-ઉત્સવમાં પધારવા ખુલ્લા હ્રદયનું આમંત્રણ આયોજકો તરફથી આપવામાં આવેલ છે.

જુદા જુદા સમાજના શ્રેષ્ઠીઓના શુભહસ્તે દરરોજ મહાઆરતી થવાની છે. લોહાણા સમાજની મહાઆરતી રવિવાર તા. ૩૦-૭ ના રોજ સાંજે ૭.૩૦ કલાકે રાખવામાં આવેલ છે. આ ભવ્ય કાર્યક્રમમાં ઉમટી પડવા શ્રી રઘુકુળ સોશ્યલ કલબ અશોક સચદે, પ્રતિક ‚પારેલ, શૈલેષ ગણાત્રા, મનુભાઇ કોટક, ગૌરવ પુજારા, હિતેષ બગડાઇ અને નિશાંત સામૈયાએ ‘અબતક’ સાથેની મુલાકાતની અપીલ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.