Abtak Media Google News

મીના કૂમારિનો સાચો પ્રેમ મળવા છતાં પણ ધર્મેન્દ્ર તેનેનિભાવવામાં કેમ અસફળ રહ્યા…???

હી-મેન એટલે કે બોલિવૂડના સુપર ડૂપર હિટ કલાકાર ધર્મેન્દ્ર જેનો આજે જન્મ દિવસ છે. આપણામાંથી કોઈ જ એવું એવું હશે જેને ધર્મેન્દ્રની ફિલ્મો ના જોઈ હોય અને જેને પસંદ ના આવી હોય. ધર્મેન્દ્ર તેના સામના એવા કલાકાર હતા જેના ચકો તેના માટે જીવ દેવા પણ તૈયાર હતા, ખાસ તો યુવતીઓ જે તેની એક જલક માટે મરતી હતી. આ વાત તો થયી તેના ચાહકોની પરંતુ એ સમય એવો હતો કે બોલિવૂડની સુંદરતમ અદાકરાઓ પણ તેના પર ફીદા હતી. પરંતુ આહિ આજે વાત કરવી છે તેના આ સફળ સમય પહેલાની જ્યારે તેમણે કોઈ ઓડખતું ના હતું અને જો કોઈ ઓડખતું તો તેની પ્રેમિકાના નામથી ઓડખતું .

ચાંદ તનહા હૈ આસમાન તન્હા, દિલ મિલા હૈ કહાં-કહાં તન્હા, રાહ દેખકર કરેગા સદીઓ તક, છોડ જાએગા યે જહાં તન્હા. આ શબ્દો બોલિવૂડની ટ્રેજેડી ક્વિન તરીકે ઓળખાતી અભિનેત્રીના છે, એટલે કે મીના કુમારી. મીના કુમારી એક એવી હસ્તી  હતી જે ખૂબ પ્રેમાળ અને ભાવુક હતા, જેનો ઉપયોગ લગભગ સૌ કોઈ કરી ગયું હતું. અને ખાંખાના કલાકારોને આ બાબત વિષે જાણ હોવાથી મીના કુમારી પ્રત્યે પૂરતી સહાનુભૂતિ પણ હતી. 

બેજુબાવરા ફિલ્મમાં મીના કુમારી સાથે ભટાર ભુષણએ કામ કર્યું ત્યારે પણ તેમણે મીના કુમારી પ્રત્યે તેમના પ્રેમનો સ્વીકાર કર્યો હતો. પાકિઝા ફિલમના હીરો રાજકુમારને પણ મિનાજી  પ્રત્યે એવો પ્રેમ હતો તેની સામે આવતા તેના ડાઈલોગ્સ પણ ભૂલી જતાં હતા. આટઆટલા ચાહકો હોવા છતાં મીનાજીનો પ્રેમ તો માત્રને  માત્ર કમાલ અમરોહી માટે જ હતો જેના માટે તેઓએ તેમની બીજી પત્ની બનવાનું પણ સ્વીકાર્યું હતું. પરંતુ અહી પણ તેમના નસીબમાં ટ્રેજીડીજ લખાઈ હોય તેમ કમાલ તેમને પત્ની તરીકેનો નયન ન આપી શકતા મીનાના પત્ની તરીકેના દરેક સપનાઓ છિન્નભિન્ન થયી ગયા હતા અને તેને ભૂલવા નશાનો સહારો લીધો હતો.   

મીના કુમારી એ સમયની બોલિવુડની એક માત્ર એવી અભિનેત્રી હતી જે અન્ય પુરુષો સાથે બેસીને શરબના ગ્લાસ ઉપર ગ્લાસ પૂરા કરતી હતી. તેને આ લતમાથી છોડાવવા અશોક કુમારે પ અનેક દવાઓ કરવાનું કહ્યું હતું પરંતુ મીના ને એ દવાઓ ખાવા કરતાં નશામાં રવું વધુ ગમતું હતું.

આટલું થયા બાદની હવે વાત કરીએ ધર્મેન્દ્ર અને મીના કુમારીની પ્રેમ કહાનીનાઈ તો તેમની પાહેલી ફિલમ હતી ફૂલ ઓર પત્થર અને ત્યારથી જ મિનાજીના જીવનમાં હી-મેનની એન્ટ્રી થયી હતી. ધર્મેન્દ્ર એ હજુ ફિલ્મ જગતમાં કારકિર્દીની શરૂઆત કરી હતી અને શરૂઆતમાં જ મીના કુમારી જેવી સફળ અદાકારનો સાથ મળ્યો હતો. ત્યાર બાદ તો મીના અને ધરનેદરની પ્રેમ કહાની જગજાહેર થયી હતી જેના પડઘા સ્વરૂપ મીનાના પતિ કમાલ પણ ગુસ્સે થયા હતા. જેનો બદલો લેવા માટે ધર્મેન્દ્ર પાસેથી પાકિઝા ફિલા છીનવી રાજકુમારના નામે કર્યું હતું.

આ ઉપરાંત જ્યારે જ્યારે મીના કુમારી તત્કાળ રાષ્ટ્રપતિ ડો. રાધાકૃષ્ણને જ્યારે મળવા ગયા હતા ત્યારે પણ તેમની  સાથે વાત શરૂ કર્તા પહેલા જ  રાષ્ટ્રપતિ એ એવું પૂછ્યું હતું કે તારો બોયફ્રેંડ ધર્મેન્દ્ર કેમ છે..? એવી જ રીતે ફિલ્મકાર મહેબૂબ ખાને પણ કમાલની ઓળખાણ સુપ્રસિધ્ધ અડકારા મીના કુમારીના પતિ તરીકે મહારાષ્ટ્રના ગવર્નર સામે કારવાઈ હતી. ધર્મેન્દ્ર અને મીનાના પ્રેમ વિષેની ચર્ચાઓ અને આ રીતનું વર્તન જોઈને કમાલ ખૂબ ગુસ્સે ભરાયા હતા. જેના પરિણામે ધર્મેન્દ્રએ પાકિઝથી હાથ ધોવા પડ્યા તેમજ ફિલ્મ રઝિયા સુલ્તાનમાં પણ તેને હબસી ગુલામ પ્રેમીની ભૂમિકા કરવી જેમે તેને કાળું મોઢું કરવું પડ્યું હતું.

મીના કુમારી સાથેના ત્રણ વર્ષના પ્રેમ સંબંધ બાદ ધર્મેન્દ્ર ફિલ્મ જગતના સફળ અને પ્રખ્યાત અભિનેતા અબની ચૂંકયા હતા, જેના કારણે તેને હવે મીના કુમારીના સાથની જરૂરત નથી એવું લાગ્યું. અને બંને એ છેલ્લી ફિલ્મ ચંદન કા પાલના કરી હતી.

            ધર્મેન્દ્ર એ મીનાને તરછોલી એ મીના કુમારીથી સહન ન થયું અન જિંદગીથી જાણે હારી ગયા હોય તેમ દૂ:ખમાં ગરકાવ થયી ગયા હતા. મીના કુમારીની છેલ્લી ફિલ્મ પાકિઝા ૪ ફેબ્રુઆરી ૧૯૭૨ એ એ રીલીઝ થયી અને ૩૧ ઓગષ્ટ ૧૯૭૨ ના મીના કુમારીનું દૂ:ખદ અવસાન થયું. એ સમયે બોલીવિદ અન્ય સફળ અભિનેત્રી એવી નર્ગિસના શબ્દો હતા મીના મૌત મુબારક હો …તો હતી ધર્મેન્દ્ર અને મીના કુમારીની પ્રેમ કહાની જેનો અંત ખુબજ દૂ:ખદ રહ્યો. છતાં પણ આજે ધર્મેન્દ્રના જન્મદિવસે તેમના સ્વસ્થ જીવનીની શુભેચ્છાઓ સાથે આ વાત અહી જ સમાપ્ત કરું છું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.