Abtak Media Google News

પૃથ્વી પર વધતા તાપમાનના કારણે ગ્રીનલેન્ડક અને એન્ટાર્કટીકામાં છવાયેલા બરફ પીગળવાની ઝડપ ત્રણ દાયકામાં છગણી વધી

પૃથ્વીના વિવિધ ભગો પર અનેક આશ્ર્ચર્યજનક રહસ્યો જોવા મળે છે. આ કુદરતી રહસ્યોને ઉકેલવા માનવો સતત સંશોધનો કરતા રહે છે. ગત સોમવારે પ્રસિધ્ધ થયેલા આવા જ એક સંશોધનમાં ગ્લેશિયર, તેના ઓગળવાનું કારણ અને તેના કારણે દરિયાની સપાટીમાં થયેલા વધારાનું રહસ્ય જાણવા મળ્યું છે. પૃથ્વી પર ગ્લેશિયર એટલે કે બરફના પહાડોનું પ્રમાણ ૩૩ હજાર વર્ષ પહેલા ટોચ પર મહત્તમ હતુ જેના કારણે ઉત્તર ધ્રુવના તમામ વિસ્તારો ઉપરાંત પૃથ્વીના અનેક ભાગો પર બરફની ચાદરો ધવાયેલી હતી વાતાવરણમાં થયેલા પરિવર્તનના કારરે ૧૪ હજાર વર્ષ પૂર્વે ગ્લેશિયર ઓગળવાનો પ્રારંભ થયો હતો. જેના કારણે દરિયાની સપાટીમાં ૮ મીટરનો વધારો થયો હતો.

Advertisement

યુરેશિયાઈમાં છવાયેલી બરફની ચાદર ૧૪ હજાર વર્ષ પહેલા પીગળવાની શરૂ આત થઈ હતી તે સમયે યુરેશિયાઈમાં ઘવાયેલા બરફમાં એટલુ પાણી હતુ કે તો આજે ગ્રીનલેન્ડમાં ઘવાયેલી બરફની ચાદરમાં રહેલા પાણીની માત્રા કરતા ત્રણ ગણુ વધારે હતુ યુરેશિયાઈમાં બરફની આ ચાદર સ્કૈન્ડિનેવિમાના મોટાભાગ વિસ્તારોમાં ફેલાયેલી હતી. સંશોધનકારોએ કરેલા સંશોધન મુજબ આ ક્ષેત્રમાં તાપમાન વધવાના કારણે છેલ્લા ૫૦૦ વર્ષથી આ બરફની ચાદરો ખૂબ જ ઝડપથી પીગળી રહી છે. નોર્વેજીયન સમુદ્રકાંઠાના કાંપનું વિશ્ર્લેષણ કરતા સંશોધનકારોની ટીમે શોધી કાઢ્યું હતુ કે આ બરફની ચાદર ઝડપથી પીગળવા પાછળ મેલ્ટવોટર એ નામનો ઘટનાક્રમ જવાબદાર છે.

આ સમયગાળા એટલે કે ૧૩,૫૦૦થી ૧૪,૭૦૦ વર્ષ પહેલા વૈશ્ર્વિક દરિયાઈ સપાટીમાં ૨૫ મીટર સુધીનો તફાવત આવ્યો હતો. નોંર્વેની બર્જિયન યુનિવર્સિટીના મુખ્ય સંશોધનકાર જો બેનડ્રાઈને આ અંગે જણાવ્યું હતુકે યુરેશિયાઈમાં ફેલાયેલી બરફની ચાદર ક્ષેત્રીય તાપમાનમાં ઝડપથી આવેલા બદલાવના કારણે પીગળવાની શરૂ આતઈ હતી તેમણે વધુમાં ઉમેર્યું હતુ કે ગ્રીનલેન્ડમાં છવાયેલી બરફની ચાદરમાંથી કાઢવામાં આવેલા બરફના તત્વો પરથી જોવા મળે છે કે ગ્રીનલેન્ડ પરનું તાપમાન છેલ્લા થોડા દસકામાં ૧૪ ડીગ્રી સેલ્સીયસ જેટલુ ગરમ થઈ ગયું છે. જેથી બરફ પીગળવા પાછ તેની સપાટી પર તાપમાનમાં આવી રીતે થઈ રહેલા વધારાને જવાબદાર ગણી શકાય. પહેલા વાતાવરણમાં કાર્બન ડાયોકાઈટનું પ્રમાણ ૨૪૦ પીપીએમ હતુ જે હાલમાં ૪૧૫ પીપીએમ કરતા પણ વધારે છે.

ગ્રીનલેન્ડની બરફની ચાદર નીચે વર્ષ ૨૦૧૯માં ૫૬૦ બીલીયન ટન પાણી થીજેલું હતુ આ પીથેલું પાણી ઓગળે તો વિશ્ર્વભરની દરિયાઈ સપાટી ૬ મીટર સુધીનો વધારો થઈ શકે છે. વર્ષ ૧૯૯૦ની સરખામણીમાં ગ્રીનલેન્ડ અને એન્ટાર્રટીકામાં થીજેલી બરફની ચાદરો છ ગણી ઝડપથી પીગળી રહી છે. આ સંશોધનમાં જણાવાયું છે કે સમગ્ર યુરેશિયાઈની બરફની ચાદરો આગામી સદીઓમાં પીગળી જશે જેના કારણે દરિયાઈ સપાટીમાં ૪.૫ થી ૭.૯ મીટર સુધીમાં વધારો થશે. આ સમગ્ર સંશોધન રીપોર્ટ નેચર જીયો સાયન્સ જર્નલમાં પ્રકાશિત કરવામા આવ્યો છે. આ રીપોર્ટ પરથી આગામી સદીમાં બરફ પીગળવાથી દરિયાઈ સપાટીમાં થનારા વધારાનું દરિયાકાંઠાના વિસ્તારો ડુબી જવાની સંશોધનકર્તાનો ખ્યાલ આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.