Abtak Media Google News
  • માધાપર, ઘંટેશ્વર, પરાપીપળીયા, જોધપર અને મૌવૈયા ગામના ખેડૂતોને થોડા જ દિવસોમાં કરાશે ચુકવણું
  રેલવે ડબલ ટ્રેક પ્રોજેકટમાં પાંચ ગામોની જમીન સંપાદન માટે 1.02 કરોડનો એવોર્ડ જાહેર કરવામા આવ્યો છે. માધાપર, ઘંટેશ્વર, પરાપીપળીયા, જોધપર અને મૌવૈયા ગામના આ ખેડૂતોને થોડા જ દિવસોમાં ચુકવણું કરી દેવાશે.
ભારત સરકાર દ્વારા રાજકોટ- કાનાલુસ રેલ્વે સિંગલ લાઈનને ડબલ લાઈન કરવાના ખાસ પ્રોજેક્ટ માટે રાજકોટ તાલુકાના માધાપર, ઘંટેશ્વર, પરાપીપળીયા, પડધરી તાલુકાના જોધપર, મોવૈયા, રામપર, મોટા ચણોલ, મોટા હડમતીયા, ખંઢેરી, તરઘડી, નારણકા, વણપરી તથા પડધરી મળી કુલ 13 ગામોના 183 સર્વે નંબરોની ખાનગી 21.50 હેક્ટર જમીન તેમજ 77 સર્વે નંબરોની 23.14 હેક્ટર સરકારી જમીન મળી કુલ 260 સર્વે નંબરોની 44.65 હેક્ટર જમીન સંપાદિત કરવામાં આવશે.હાલ આ સમગ્ર કામગીરી ગ્રામ્ય પ્રાંત અધિકારી વિવેક ટાંકના માર્ગદર્શન હેઠળ થઈ રહી છે.
જેમાં માધાપરની 897 ચો.મી.,ઘંટેશ્વરની 3168 ચો.મી., પરાપીપળીયાની 7781 ચો.મી., જોધપરની 4994 ચો.મી., અને મૌવૈયાની 292 ચો.મી. જમીન માટે 1.02 કરોડનો એવોર્ડ જાહેર કરવામાં આવ્યો છે. આ ગામના ખેડૂતોને થોડા જ દિવસોમાં ચુકવણું કરી દેવાશે તેવું જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.