Abtak Media Google News
  • ડેન્ગ્યૂ, મેલેરિયા અને ચીકન ગુનિયાનો એકપણ કેસ ન નોંધાયો: સામાન્ય શરદી-ઉધરસના 199 અને ઝાડા-ઉલ્ટીના 82 કેસ

સતત વાદળર્છાંયા વાતાવરણના કારણે શહેરમાં રોગચાળાનો પ્રમાણ વધ્યો છે. પરંતુ કોર્પોરેશનની રેકોર્ડ પર રોગચાળો ઘટ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં શહેરમાં તાવના માત્ર 31 કેસ નોંધાયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. ખાનગી અને સરકારી દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે પરંતુ કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા રોગચાળાના આંકડાઓ હમેંશા છૂપાવવામાં આવે છે. જે આજે વધુ એક વખત પ્રસ્થાપિત થઇ ગયું છે.

 

આજે આરોગ્ય શાખા દ્વારા રોગચાળાના સાપ્તાહિક આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગત સપ્તાહે શહેરમાં મેલેરિયા, ડેન્ગ્યૂ કે ચીકન ગુનિયાનો એકપણ કેસ નોંધાયો નથી. જ્યારે શરદી-ઉધરસના પણ 199 કેસ જ નોંધાયા છે. 20 લાખની વસતી વચ્ચે સામાન્ય તાવના 31 અને ઝાડા-ઉલ્ટીના માત્ર 82 કેસ નોંધાયા છે. છેલ્લા 6 મહિનામાં આરોગ્ય શાખાએ જાહેર કરેલા રોગચાળાના આંકડા પર નજર કરવામાં આવે તો 1-જાન્યુઆરીથી અત્યાર સુધીમાં શરદી-ઉધરસના માત્ર 7,623 કેસ, સામાન્ય તાવના 941 અને ઝાડા-ઉલ્ટીના 2136 કેસ નોંધાયા છે. આ આંકડો પ્રથમ નજરે જ ખોટો હોય તેવું લાગી રહ્યું છે.

એક મહિનામાં પણ જેટલા કેસ નોંધાયા હોય તેનાથી પણ ઓછા કેસ છ મહિનામાં આરોગ્ય શાખાના ચોંપડે નોંધાયા છે. રોગચાળાને નાથવા માટે એક સપ્તાહમાં 11,146 ઘરોમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી. જ્યારે 220 ઘરોમાં ફોગીંગ કરવામાં આવ્યું છે. મચ્છરોનો ઉપદ્રવ વધુ હોય તેવા વિસ્તારોમાં વ્હીકલ માઉન્ટેન ફોગીંગ મશીન દ્વારા ફોગીંગ કરાયું હતું. બિન રહેણાંક હોય તેવી મિલકતો જેવી કે બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્સ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પંપ અને સરકારી કચેરી સહિત 622 સ્થળોએ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં 185 સ્થળોએ મચ્છરની ઉત્પતિ મળી આવતા તમામને નોટિસ ફટકારવામાં આવી છે. જ્યારે રહેણાંક મિલકતોમાં 259 જગ્યાએ મચ્છરોના ઉપદ્રવ જણાતા તમામને નોટિસ

અપાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.