31 માર્ચ સુધીમાં રિન્યુઅલ ફી ભરનારને વકીલોને મૃત્યુ સહાય મેળવનાર હકકદાર

બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડ એકટ હેઠળ બાર કાઉન્સીલ ઓફ ગુજરાતનાં રોલ પર નોંધાયેલા ધારાશાસ્ત્રીઓ પૈકી જે ધારાશાસ્ત્રીઓ વેલ્ફેર ફંડના સભ્ય બનેલા છે. અને નિયમિત રીન્યુઅલ ફી ભરે છે. તેવા મૃત્યુ પામનાર ધારાશાસ્ત્રીઓના વારસદારોને હાલમાં રૂ.3.50 લાખ મૃત્યુ સહાય ચૂકવવામાં આવે છે. બાર કાઉન્સીલ ઓફ ગુજરાતની મળેલી બેઠકમાં મૃત્યુ પામનાર 62 ધારાશાસ્ત્રીઓની મૃત્યુ સહાયની અરજીઓ પૈકી 39 જેટલા ધારાશાસ્ત્રીઓના વારસદારોની આવેલી મૃત્યુસહાયની અરજીઓ હાથ પર લેવામાં આવી હતી. જેમાં નિયમિત રીતે ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડની રીન્યુઅલ ફી ભરનાર ધારાશાસ્ત્રીઓની વારસદારોને રૂ.1.05 કરોડ ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

વર્તમાન સમયમાં બાર કાઉન્સીલ ઓફ ગુજરાત દ્વારા ત્રીજા બ્લોક પીરીયડની રીન્યુઅલ ફીના ગાળાની વાર્ષિક વેલ્ફેર ફંડની રીન્યુઅલ ફી તા.31 માર્ચ સુધી ભરવાનું ફરજીયાત કરવામાંઆવેલું છે. જો કોઈપણ ધારાશાસ્ત્રીએ અગાઉની તેમજ વર્તમાન સમયનાં ત્રીજા વાર્ષિક રીન્યુઅલ ફી સમયસર ભરશે નહિ તો તેવા ધારાશાસ્ત્રીના વારસદારો ગુજરાત એડવોકેટ વેલ્ફેર ફંડ એકટ હેઠળ મળતી મૃત્યુ સહાય મેળવવા હકદાર રહેશે નહિ. તેમ બાર કાઉન્સીલની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.