Abtak Media Google News

શુક્રવારે સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદની સંભાવના

વાવાઝોડુ હિકા ઓમાન તરફ ફંટાઈ જતા સૌરાષ્ટ્ર પર સંપૂર્ણપર્ણે ખતરો ટળી ગયો છે. ગઈકાલે સૌરાષ્ટ્રભરમાં મેઘવિરામ વચ્ચે જૂનાગઢમાં એક ઈંચ અને લીંમડી તા ઉપલેટામાં અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો.

આગામી શુક્રવારના રોજ સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.

ગુજરાત સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યાનુસાર છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૨૨ જિલ્લાના ૫૧ તાલુકામાં હળવા ઝાપટાી લઈ ૨ ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. સૌરાષ્ટ્રમાં મેઘવિરામ વચ્ચે જૂનાગઢ શહેર અને ગ્રામ્યમાં ૧ ઈંચ, લીંમડી અને ઉપલેટામાં અડધો ઈંચ વરસાદ પડયો હતો. આજ સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ ૧૨૫.૯૨ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે. જેમાં કચ્છમાં ૧૪૪.૩૧ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૧૧૭.૯૬ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૨૪.૭૧ ટકા અને દક્ષિણ ગુજરાતમાં ૧૩૭.૫૪ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે.

આગામી બે દિવસ રાજ્યભરમાં મેઘવિરામ જેવો માહોલ રહેશે. હવે ચોમાસુ અંતિમ ચરણોમાં છે. ગુરૂવારે દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લામાં વરસાદની આગાહી આપવામાં આવી છે. જ્યારે શુક્રવારે બનાસકાંઠા, ભરૂચ, સુરત ઉપરાંત સૌરાષ્ટ્રમાં અમરેલી ભાવનગર જિલ્લામાં વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરાઈ છે. આજે સવારી સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ વિરામ લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.