Abtak Media Google News

અમૃત ભારત સ્ટેશન સ્કીમ હેઠળ નવીનીકરણ થનારા સ્ટેશનોમાં 10 થી 20 કરોડનો ખર્ચ કરવામાં આવશે.

ભારત વિકાસ તરફ આગે કુછ કરી રહ્યું છે ત્યારે દેશના દરેક ક્ષેત્ર પણ વિકાસની હરણફાળ ભરી રહ્યા છે આ વાતને ધ્યાને લઈ ભારતનું રેલવે પણ વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા અમૃત ભારત સ્ટેશન સ્કીમ હેઠળ ભારતના નાના-નાના સ્ટેશન એવા 1000 સ્ટેશન કે જે મહત્વ ધરાવે છે તેના માટે નવીનીકરણ કરવા માટેની સ્કીમ તૈયાર કરાય છે જે દરેક સ્ટેશન માટે ૧૦ થી ૨૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે.

આઇસ્ક્રીમની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે અને પ્રથમ સ્ટેશન ઓડિસાના ખોરડા જંકશનને વિકસિત કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા જે નવી યોજના બનાવવામાં આવી છે તેમાં પ્રતિ સ્ટેશનના વિકાસ માટે ૧૦ થી ૨૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે એટલું જ નહીં જે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવશે તેનું કામ એક વર્ષથી લઈ દોઢ વર્ષના સમયગાળામાં જ પૂર્ણ કરવાનું રહેશે.

એટલું જ નહીં સરકારે એ વાત ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું છે કે 68 ડિવિઝન હેઠળ આવતા 15 સ્ટેશનો ને વિકસિત કરવામાં આવશે અને સાથોસાથ ૨૦૦ જેટલા મોટા સ્ટેશનો કે જે રી ડેવલોપમેન્ટ પ્રોગ્રામ હેઠળ આવતા હોય તેને પણ વિકસિત કરાશે. કેન્દ્ર સરકારે આ કાર્ય માટે ડિવિઝનલ રેલવે મેનેજરને અતિરેક નાણા પણ ફાળો છે જેનાથી તેઓ આ રેલવે સ્ટેશનનો વિકાસ કરી શકે.

રેલ્વે સ્ટેશન વિકસિત કરવામાં આવશે તેમાં રોફ પ્લાઝા ની સાથોસાથ સ્થિતિ સેન્ટર પણ ઉભા કરાશે અને જીવન જરૂરિયાત તમામ સુવિધાઓ જે યાત્રિકોને મળવી જોઈએ તે પણ આ સ્કીમ હેઠળ રેલવે સ્ટેશનમાં ઉભી કરવામાં આવશે. ઓરિસ્સાનું જે ખોરડા સ્ટેશન જે છે તેને ચાર કરોડના ખર્ચે વિકસિત કરવામાં આવ્યું છે એટલું જ નહીં તેના મેઇન સ્ટ્રક્ચર ને પણ રીનોવેટ કરાયું છે અને રેલ્વે ટ્રેકમાં પણ વધારો કર્યો છે. કે રેલવે ની નવી યોજના હેઠળ દરેક નાના સ્ટેશનો વિકસિત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.