Abtak Media Google News
  • જિલ્લાના ઐતિહાસિક સ્થળોના સંરક્ષણ માટે જિલ્લા વહીવટી તંત્ર અને ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ સંસ્થા વચ્ચે એમ.ઓ.યુ

રાજકોટ કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ ‘આપણો વારસો, આપણું ગૌરવ, આપણી જવાબદારી’ સંબંધિત અનોખી પહેલના ભાગરૂપે સાંસ્કૃતિક અખંડિતતા જાળવવા માટે પ્રવાસન મંત્રી  મૂળુભાઈ બેરા, મેયર (રાજકોટ)  નયનાબેન પેઢાડિયા, રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય (ગુજરાત) ડો. દર્શિતાબેન શાહની ઉપસ્થિતિમાં રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ (ઈંગઝઅઈઇં) સાથે એમ.ઓ.યુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોષીના જણાવ્યા મુજબ, આ એમ.ઓ.યુ. રાજકોટ જિલ્લાના ઐતિહાસિક સ્થળો અને ઈમારતોના સંરક્ષણ, પુન:સંગ્રહ અને  પુન:ઉપયોગ પર સહયોગી પ્રયાસો શરૂ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.

રાજકોટનો ઐતિહાસિક વારસો, તેનું મહત્વ, ગાંધીવાદી વિરાસત, સાંસ્કૃતિક વિવિધતા, સ્થાપત્ય અજાયબીઓ, પરંપરાગત કારીગરી, કુદરતી વૈભવ તથા સૌરાષ્ટ્રના રજવાડાની ભૂતપૂર્વ રાજધાની તરીકે, રાજકોટનો ઇતિહાસ જાડેજા રાજપૂતોના શાહી વારસાને દર્શાવે છે, જે તેના ભવ્ય મહેલો અને કિલ્લાઓમાં જોવા મળે છે. શાહી વારસો અને ગાંધીવાદી નીતિનો આ સમન્વય એક અનન્ય સાંસ્કૃતિક ધરોહર બનાવે છે, જે જિલ્લાના વિવિધ સમુદાયો, સ્થાપત્ય રત્નો, પરંપરાગત હસ્તકલા અને આકર્ષક કુદરતી લેન્ડસ્કેપ્સ દ્વારા વધુ સમૃદ્ધ બને છે.

100 Historic Sites To Be Conserved, Reused From Mou: Collector Prabhav Joshi
100 historic sites to be conserved, reused from MoU: Collector Prabhav Joshi

રાજકોટ ચેપ્ટરના ક્ધવીનર આર્કિટેક્ટ રિદ્ધિ શાહે જણાવ્યું હતું કે, ‘વારસો એ જીવંત અસ્તિત્વ છે અને તે સમય સાથે વિકસિત અને અનુકૂલિત થાય છે અને તેની જાળવણી માટે જરૂરી પગલાં લેવા આપણા બધા માટે મહત્વપૂર્ણ છે. ઈંગઝઅઈઇંના રાજકોટ ચેપ્ટરના હેરિટેજની ટીમ દ્વારા રાજકોટ જિલ્લામાં લગભગ 100 થી વધુ હેરિટેજ ઇમારતો અને સાઇટ્સની ઓળખ કરવામાં આવી છે.

આ એમ.ઓ.યુ. હેઠળ, રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર જરૂરી વહીવટી સહાય, ઐતિહાસિક સ્થળો સુધી પહોંચવાની સુવિધા અને મંજૂરીઓ મેળવવામાં મદદ કરશે. જયારે  ઈંગઝઅઈઇં હેરિટેજ સંરક્ષણમાં તકનીકી કુશળતા પ્રદાન કરશે, ભંડોળ અને કુશળ વ્યાવસાયિકો સહિતના સંસાધનો એકત્ર કરવામાં મદદ કરશે અને નિષ્ણાતો તેમજ સંબંધિત હિતધારકો સાથે સહયોગ કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.