Abtak Media Google News

સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને રાજય સરકાર આયોજીત અભિયાન અંતર્ગત ગૂરૂવારે અમદાવાદમાં પશુ પક્ષી એમ્બ્યુલન્સ અંગે માહિતી આપવા ગુજરાતનાં જીવદયાપ્રેમીઓની બેઠક

રાજયભરમાં ઉતરાયણનાં તહેવાર ઉમંગપૂર્વક ઉજવાતો હોય છે. પરંતુ આ દરમિયાન પતંગની દોરીથી પક્ષીઓને ઈજા થવાના અને મૃત્યુ થવાના સંખ્યાબંધ બનાવો બનતા હોય છે. આવા બનાવો નિવારવા તથા ઈજા પામેલ પક્ષીઓને બચાવવા માટે રાજય સરકાર દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રેરણાથીકરૂણા અભિયાન હાથ ધરાવમાં આવે છે. તા.૧૦મીથીતા.૨૦ દરમ્યાન આ અભિયાન હેઠળ રાજયભરનાં તમામ મ્યુનિસીપલ કમિશ્નર તેમજ જિલ્લા કલેકટરની પ્રત્યક્ષ દેખરેખ હેઠળ વનવભાગ, મ્યુનીસીપાલીટી તેમજ નગરપાલીકા, પંચાયતો, પશુપાલન વિભાગ, શિક્ષણ વિભાગ અને રાજયભરમાં પથરાયેલા વિવિધ જીવદયાપ્રેમી સંસ્થાઓ વચ્ચે સંકલન સાધી સઘન પણે પક્ષીઓને બચાવવાની કામગીરી સુઆયોજીત ઢબે હાથ ધરાશે. જે અંગે વિગત આપવા જીવદયા પ્રેમીઓએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.ગુજરાત રાજયનાં જીવદયા પ્રેમી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વરદ હસ્તે ગુજરાતનાં સાત શહેર રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર, પાલનપુર, મહેસાણામાં ઘવાયેલા, બિમાર પશુ પક્ષીઓની સ્થળ પર જ સવારે ૬ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધી નિ:શુલ્ક સારવાર માટે કરૂણા એનીમલ એમ્બ્યુલન્સ (સંપર્ક : ટોલ ફ્રી નંબર ૧૯૬૨) ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાઈ છે.

કરૂણા એનીમલ એમ્બ્યુલન્સની વિશેષ માહિતી, ઓડિયો વિડિયો પ્રેઝન્ટેશન, ભવિષ્યનાં સંકલ્પો તેમજ મકર સંક્રાંતીના દિવસોમાં પતંગના ધોરાથી ઘવાતા પશુ પક્ષીઓની નિ:શુલ્ક સારવાર માટે શરૂ થયેલા કરૂણા અભિયાનને સમગ્ર રાજયમાં વેગવંતુ કરવા ગુજરાતનાં જીવદયાપ્રેમીઓની એક અગત્યની મીટીંગનું આયોજન કરાયું છે.વિશેષ સહયોગ સમસ્ત મહાજનનાં ગિરીશભાઈ શાહનો મળી રહ્યો છે. સમગ્ર ગુજરાત વ્યાપી આ મીટીંગની વ્યવસ્થા તેમજ આમંત્રણ માટે વિસ્તાર વાઈસ જીવદયાપ્રેમીઓ મિતલ ખેતાણી મો.૯૮૨૪૨ ૨૧૯૯૯ તથા પ્રતિકભાઈ સંઘાણી, ધરણેન્દ્રભાઈ સંઘવી,રાજુભાઈ શાહ, જયંતીભાઈ દોશી, દેવેન્દ્રભાઈ જૈન, રીપલભાઈ શાહ, જૈનમભાઈ, ડો.સીમરીયા, મુકુંદભાઈ ભાયાણી, બ્રિજેશભાઈ શાહ, તપનભાઈ દવે, મહેન્દ્રભાઈ શ્રીમાળી, નિલેશભાઈ રાયચુરા, કૌશલભાઈ મહેતા, નેહાબેન પટેલ સહયોગ આપી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.