Abtak Media Google News

બ્યુટી પાર્લર, મહેંદી, દોરી વર્ગ, સલાડ ડેકોરેશન, દાંડીયા રાસ, પર્સનાલીટી માઇન્ડ પાવર ડેવલોપમેન્ટ સહિતની તાલીમ અપાશે

ઇન્ડિયન લાયન્સ એચીવેર્સ તથા બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વેકેશન દરમ્યાન વિવિધ સમર વર્ગોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં બહેનો અને બાળકો માટે ટોકનદરે સમર ટ્રેનીંગ કલાસીસ તારીખ ૧૦ થી ૨૦ સુધી વિનોબા ભાવે પ્રાથમિક શાળા નંબર ૯૩ ખાતે વિવિધ નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. સતત પ્રવૃતિમય રહેવા ઇચ્છુક મહિલાઓનો આગ્રહ તથા માંગણીને ઘ્યાનમાં રાખી આ સમર ટ્રેનીંગનું આયોજન કરેલ છે. જેમાં મહિલાઓ માટે બ્યુટીપાર્લર, મહેંદી, વેસ્ટમાંથી બેસ્ટ, દોરી વર્ક, સલાડ ડેકોરેશન, સોફટ ટોયઝ, દાંડિયા રાસ, પર્સનાલિટી માઇન્ડ પાવર ડેવલોપમેન્ટ જેવા વર્ગો તથા બાળકો માટે ડ્રોઇંગ, સ્પોકેન ઇંગ્લીશ, ડાન્સ અને કથકના વર્ગો યોજાશે. જેમાં રાજકોટના નિષ્ણાંત તજજ્ઞો દ્વારા તાલીમ આપવામાં આવશે. દરેક તાલીમાર્થીને તાલીમ પૂર્ણ થયે ટ્રસ્ટ દ્વારા પ્રમાણપત્ર એનાયત થશે. આ માટે રજીસ્ટ્રેશન ચાલુ છે. જોડાવા ઇચ્છતા લાભાર્થી (૦૨૮૧) ૨૨૩૭૦૦૦ / ૨૨૨૬૬૯૪ / ૯૧૫૫૦૫૦૧૦૨ પર સંપર્ક કરી શકે અથવા સમર કાર્યાલય બોલબાલા સંકુલ, ૩ મીલપરા રોડ, કેનાલ રોડ નજીક રાજકોટ અથવા શ્રી વિનોબા ભાવે પ્રાથમિક શાળા નંબર ૯૩, નાના મવા, વાછરાદાદા મંદિર સામે, મોકાજી સર્કલ, રાજકોટ પર ફોર્મ સ્વીકારાય છે. આ સમર ટ્રેનીંગને સફળ બનાવવા બોલબાલા ટ્રસ્ટના જયેશભાઇ ઉપાઘ્યાય, ઇન્ડિયન લાયન્સ એચીવર્સના વનિતાબેન રાઠોડ, હર્ષદભાઇ મહેતા, વનરાજસિંહ ઝાલા, નિકુંજભાઇ દવે, શિલ્પાબેન ડાભી, મનિષાબેન કટારીયા, પ્રફુલભાઇ રાજપૂત જહેમત ઉઠાવી રહ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.