Abtak Media Google News

રણબીર કપૂરની આવનારી ફીલ્મોના લિસ્ટ તૈયાર છે.રાજકુમાર હીરાની ની બાયોપિક ‘સંજુ’માં સંજય દત્તનું કિરદાર નિભાવી રહ્યા છે રણબીર કપૂરનું આ ફિલ્મનુ ટ્રેલર ધૂમ મચાવી રહ્યું છે ત્યાં અત્યારે યશરાજ ફિલ્મ્સ પણ એક મોટો પ્રોજેકટ આ ટેલેંટેડ એકટરના હાથમાં આવી ગયું છે. ‘શમશેરા’ના નામ થી બની રહેલી આ ફિલ્મમાં રણબીર કપૂર ડાકુનું કિરદાર ભજવતા નજર આવશે.

Advertisement

Shamshera 1 1

આ ફિલ્મનુ ટ્રીઝર રીલીઝ કરવામાં આવ્યું છે ત્યારે આ ટ્રીઝરમાં રણબીર કપૂર એક ડાયલોગ બોલતા નજર આવ્યા હતા આ ડાયલોગમાં તે બોલો છે કે ‘કર્મ થી ડાકુ, ધર્મથી આઝાદ’ બોલતા નજર આવ્યા છે.

જુઓ ફિલ્મ ‘શમશેરા’ નું ટ્રીઝર…

જો આ ફિલ્મ વિશે રણબીર કપૂર કહે છે કે, ‘શમશેરા’ એક એવી ફિલ્મ છે, જેની હું રાહ જોય રહ્યો હતો. હું કોમર્શિયલ ફિલ્મો જોઈને મોટો થયો છું. પરંતુ ફિલ્મ ‘શમશેરા’ હું તે તમામ કરી શકીશ જેની મે માત્ર કલ્પના જ કરી હતી. આ મારા માટે એક ખુબજ તોમાંચક પ્રોજેકટ છે. કરણ મને બધી રીતે મારા કન્ફર્ટ જોન થી બહાર લઈ જવાના છે અને હું આ ચેલેન્જ માટે તૈયાર છું.

Shamshera

આ ફિલ્મની શૂટિંગ આ વર્ષના અંતમાં શરૂ થઈ શકે છે અને વર્ષ 2019 શુધીમા ખત્મ થઈ શકે છે. આ ફિલ્મમા રણબીર કપૂર ક્યારેય પણ ન જોવા મળેલા અવતરમાં જોવા મળશે. રણબીર કપૂરે પોતાની પહેલી હિટ ફિલ્મ ‘બચના એ હસીનો’  યશરાજ ફિલ્મ્સે જ કરી હતી.આ ઉપરાંત ‘રૉકેટ સિંહ: ‘સેલ્સમૈન ઓફ ધ યર’ પણ રણબીરે યશરાજ ફિલ્મ્સ સાથે જ કરી હતી,આ ફિલ્મથી તેમણે ક્રીટિક્સના પ્રસંશા મળી હટી અને ફરી એક વાર એક્ટરે 9 વર્ષ પછી યશરાજનો હાથ પકડી લીધો છે.મેગા એક્શન મસાલા ફિલ્મ ‘શમશેરા’ માટે પ્રોડકશન હાઉસ અને રણબીર એક સાથે આવ્યા છે.આ ફિલ્મને કરણ મલ્હોત્રા નિર્દેશિત કરી રહ્યા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.