Abtak Media Google News

ચોટીલા નજીકી બનાવટી ચલણી નોટના ૩ ગુન્હાઓમાં ૧૧ વર્ષથી વોન્ટેડ નાસતા ફરતા આરોપી સિરાજ ઉર્ફે ચીંટુ મનુભાઈ કાપડિયાના પાંચ દિવસના પોલીસ રિમાન્ડ માંગવામાં આવેલ હતા. ચોટીલા કોર્ટે ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા. પકડાયેલ આરોપી સિરાજ ઉર્ફે ચીંટુ મનુભાઈ કાપડિયા ખોજાની લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. પી.ડી.પરમાર તથા સ્ટાફ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવતા, આરોપીએ કબુલાત કરેલ છે કે, પોતે ચોટીલા ખાતે કેસોસીનનો ધંધો કરતો હોય, જસદણ તાલુકાના છાસિયા ગામે રહેતા આરોપી મગનભાઈ ગોપાભાઈ કોળી પોતાની પાસે કેરોસીન લેવા આવતા હોઇ, પોતાને બનાવટી ચલણી નોટ પોતાની પાસે હોઈ, ૨૦ રૂપિયામાં કોઈને જોતી હોય તો, આપવા જણાવેલ હતું. જેથી પોતે આરોપીઓ અભય શાહ અને રણું કાઠી નો સંપર્ક કરાવી દીધેલાની કબુલાત કરેલ છે. ત્યારબાદ પોતાના માતા પિતાને અણબનાવ હોઈ, પોતાની માતા તથા એક ભાઈ સલીમ અમેરિકા ખાતે રહેતા હોય, પોતે પાસપોર્ટ અને વિઝા કઢાવી, અમેરિકા જતો રહેલ હતો. આ.એમેરિકામાં પોતે હોટલમાં વેઈટર તરીકે તેમજ ટેક્સી ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. દરમિયાન બનાવટી ચલણી નોટના મુખ્ય સૂત્રધાર આરોપી મગનભાઈ ગોપાભાઈ કોળી જ્યાં જ્યાં પકડાયેલ ત્યાં પોતાનું નામ આરોપી તરીકે આપી દેતા, ચોટીલા, ગઢડા અને રાજકોટ શહેર ખાતે બનાવટી ચલણી નોટના ગુન્હામાં પોતાને સંડોવી દીધાની કેફિયત ચોટીલા પોલીસ સમક્ષ રજુ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી ચોટીલા ઉપરાંત બોટાદ જીલાના ગઢડા પોલીસ સ્ટેશન અને રાજકોટ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બનાવટી ચલણી નોટોના ગુન્હાઓ મળી, કુલ ૩ ગુન્હાઓમાં છેલ્લા ૧૧ વર્ષથી વોન્ટેડ નાસતો ફરતો આરોપી છે.

પકડાયેલ આરોપી સિરાજ ઉર્ફે ચીંટુ મનુભાઈ કાપડિયા ખોજાની લીંબડી ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ચોટીલા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. પી.ડી.પરમાર તથા સ્ટાફ દ્વારા સઘન પૂછપરછ હાથ ધરવામાં આવતા, આરોપીએ વધુમાં કબુલાત કરેલ છે કે, પોતે અમેરિકા ખાતે કેલિફોર્નિયા અને ટેકસાસ શહેરમાં રહેતો હતો ત્યારે કેલિફોર્નિયા શહેરમાં અમેરિકન પોલીસ દ્વારા પોતાને ચોરીની કાર રાખવાના તથા ચલાવવાના ગુન્હામાં પકડેલો હતો અને દશેક દિવસ અમેરિકાની જેલમાં રહ્યા બાદ નિર્દોષ છોડવામાં આવેલ હતો. બાદમાં મુંબઇ ઇન્ડિયા ખાતેથી પોતાની જ્ઞાતિની હનીફા નામની મહિલા અમેરિકા ખાતે આવતા, ટેક્સીમાં અમેરિકામાં ફેરવેલ હતી અને હનીફએ પોતાના પતિ સાથે અણબનાવ હોવાની વાત કરતા, પોતાને છુટ્ટાછેડા લેવા હોઈ, તેને આ હનીફા સાથે પ્રેમ સંબંધ બંધાતા, મોબાઈલ ઉપર તથા ઇ મેલ ઉપર ચેટિંગ ચાલુ કરેલ અને પોતાની સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરતા, પોતે ઇન્ડિયા આવેલ હતો. થોડા સમય દિલ્હી અને ત્યારબાદ હનીફા સાથે થયેલ વાતચીત મુજબ બોમ્બે આવતા, હનીફાના પતિએ દહીંસર પોલીસ સ્ટેશનમાં છેડતીની ફરિયાદ કરતા, પોતાની બોમ્બે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ અને તા. ૦૧.૦૩.૨૦૧૮ ના રોજ જામીન ઉપર છોડવામાં આવતા, ગુજરાત આવેલ હોવાની કબુલાત પણ ચોટીલા પોલીસ સમક્ષ કરવામાં આવેલ છે. આમ, પકડાયેલ આરોપી ગુજરાતના આંતર જિલ્લા આરોપી હોવાની સાથે મહારાષ્ટ્રના મુંબઈ શહેરના ગુન્હામાં પકડાતા, આંતર રાજ્ય આરોપી હોવાની સાથોસાથ અમેરિકાના કેલીફોર્નિયા શહેરમાં પકડાયેલ ઇન્ટરનેશનલ આરોપી બન્યો છે.

આમ, ચોટીલા પોલીસ દ્વારા ચોટીલા પોલીસ સ્ટેશનમાં છેલ્લા ૧૧ વર્ષ જેટલા લાંબા સમયથી નાસતા ફરતા આંતર જિલ્લા, આંતર રાજ્ય, ઇન્ટરનેશનલ આરોપીની ધરપકડ કરેલ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.