૧૧૫ સરકારી સેવા માટે સિટીઝન પોર્ટલ લોન્ચ.

MOBILE APP | government
MOBILE APP | government

ઇ-ગુજકોપ પ્રોજેક્ટ અંતર્ગત સિટીઝન પોર્ટલ મોબાઇલ એપ્લિકેશન વિકસીત કરી લોન્ચ કરાશે.

ભારત સરકારના ડિજિટલ ઈન્ડિયાના અમલીકરણના ભાગરુપે, ગુજરાત સરકારે પણ ઈ-ગુજકોપ પ્રોજેક્ટને અમલમાં મૂક્યો છે. જે વેબ-બેઈઝ્ડ પ્રોજેક્ટ છે. એમાં સરકારે ૮૦૦ એપ્લિકેશન્સ અને ૮૨૫ જેટલા રિપોર્ટ્સ તૈયાર કર્યા છે પરંતુ હવે, રાજ્ય સરકારે ગૃહ વિભાગ હેઠળ આવતી વિવિધ સેવાઓ પણ નાગરિકોને સરળતાથી મળી રહે તે માટે ઈ-ગુજકોપ પ્રોજેક્ટ અંતર્ગત જ એમ-ગવર્નન્સ રૂપે સિટીઝન પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન વિકસિત કરશે અને ટૂંકમાં જે તે લોંચ કરાશે.

ગૃહ વિભાગ હેઠળના તમામ ખાતાના વડાઓની કચેરી દ્વારા ૧૧૫ સેવાઓ સિટીઝન પોર્ટલ હેઠળ આવરી લેવાશે. જેમાં ખાસ કરીને એફઆઈઆરની નકલ મેળવવી, ફરિયાદનું સ્ટેટ્સ જાણવું, ઉપરાંત વિવિધ બાબતો જેવી કે, એક્સપ્લોસિવ માટે, હથિયાર રાખવા, પેટ્રોલિયમ પ્રોડક્ટસ વેચવી, પોઈઝનસ સબસ્ટન્સ, ઉપરાંત નોંધણીની સેવા જેવી કે ભાડુઆત નોંધણી, પાસપોર્ટ વેરીફીકેશન, સ્થાનિક મદદ જેની સવલતો પણ મળશે.