Abtak Media Google News

વન નેશન વન ટેકસનું સૂત્ર ખરા અર્થમાં સફળ બનાવવા વિચારણા

નાણામંત્રી અ‚ણ જેટલીએ મહત્વની જાહેરાત કરતા કહ્યું છે કે, જીએસટીના ૧૨ ટકા અને ૧૮ ટકાના સ્લેબને મર્જ કરવા બાબતે ટૂંક સમયમાં નિર્ણય થઈ શકે છે. વન નેશન વન ટેકસનું સૂત્ર સાર્થક કરવા માટે ૧૨ ટકા અને ૧૮ ટકાના સ્લેબને મર્જ કરવાનો અવકાશ છે. જો કે, આ બાબતે સુચનો અને શકયતાઓ ઉપર પુરેપુરી ચર્ચા-વિચારણા કરવામાં આવશે અને ત્યારબાદ જ જીએસટી દર બાબતે મહત્વનો નિર્ણય કરવામાં આવશે.

Advertisement

હાલ જીએસટીમાં ૫ ટકા, ૧૨ ટકા, ૧૮ ટકા અને ૨૮ ટકાનો સ્લેબ રાખવામાં આવ્યો છે. વધુમાં લકઝરી અને સીમ ગુડ માટે અલગ અલગ દર નક્કી થયો છે. જયારે અમુક વસ્તુઓને કર મુક્તિ આપવામાં આવી છે. જેટલીએ કહ્યું હતું કે, જો બે દર ભેગા કરવામાં આવે તો તેની અસર વધુ રહેશે અને મોંઘવારીમાં વધારો થવાની શકયતા છે. જેથી આ બાબતે અત્યાર સુધી કોઈ વિચારણા કરવામાં આવી હતી નહીં.

બીજી તરફ જીએસટીના સ્લેબ બાબતે વાંધા ઉઠયા છે તેમજ જીએસટીનો દર સામાન્ય લોકો માટે યોગ્ય ન હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. પણ ભારત જેવા વૈવિધતા ધરાવતા દેશોમાં માત્ર એક જ કરનો દર હોય તે શકય બની શકે નહીં. તેમાં પણ ભારતની વસ્તી ખુબ વધુ છે અને મોટી સંખ્યામાં લોકો ગરીબી રેખા નીચે આવે છે. આ પરિસ્થિતિમાં જો એક જ દર નક્કી કરવામાં આવે તો તેની નકારાત્મક અસર જોવા મળી શકે તેવી પુરેપુરી સંભાવના છે.

જો કે હજી પણ જીએસટીના દરમાં ફેરફારોને અવકાશ છે અને જીએસટી લાગુ થયા બાદ તેની અર્થતંત્ર ઉપર કેવી અસર થઈ રહી છે તે બાબતે અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. જો ક્યાંય ફેરફાર કે સુધારાને અવકાશ રહેશે તો તેના ઉપર તાકીદે નિર્ણયો પણ કરવામાં આવશે તેવું જેટલીએ ઉમેર્યું હતું.

જીએસટી લાગુ થયા બાદ હજુ તેમાં ઘણા ફેરફારોની જ‚ર છે. ઉપરાંત લોકો જીએસટીના માળખા બાબતે વધુ જાગૃત બને તેવી પણ જરૂરીયાત ઉભી થઈ રહી છે. કારણ કે, અંદાજે ૨૭ લાખ ધંધાર્થીઓએ જીએસટીમાં નોંધણી કરાવી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.