Abtak Media Google News

રેસ્ક્યુ દ્વારા કલાકો બાદ બચાવ કામગીરી: સર્વત્ર પાણીમાં ગરકાવ.. 

હાલમા સમગ્ર ગુજરાતમાં મેઘરાજાએ એવી મહેર કરી છે કે રાજ્યના તમામ શહેરો તથા ગામો થઇ ચુક્યા છે ત્યારે અમુક સ્થળોએ રેકોડઁ બ્રેક વરસાદ નોંધાતા લોકોએ મેઘરાજાને ખમૈયા કરવા પણ પોકાર કરી છે તેવામાં ઝાલાવાડનો સૌથી વધુ વરસાદ સુરેન્દ્રનગર જીલ્લામાં પડ્યો હોય તેવું માનવામાં આવી રહ્યું છે જ્યારે ગઈકાલથી મૂઘરાજાની ઘમાકેદાર એન્ટ્રીથી સુરેન્દ્રનગરમાં ઠેર-ઠેર પાણી ભરાતાં હતા અને કેટલીક નદિઓ તથા તળાવના પાણી છલકાયા હતા જ્યારે ધ્રાંગધ્રામાં પણ કેટલાક નિકાલ વાળા સ્થળોએ પાણી ભરાતાં લોકો ફસાયા હતા ધ્રાગધ્રામા કુલ ૪૦ ળળ   વરસાદ થતાંજ લોકોના જીવ જોખમમાં મુકાયા હતા ત્યારે ધ્રાંગધ્રા તાલુકાનાં ધૃમઠ તથા બરાડા ગામની વચ્ચે આવેલા વોંકળામાં ખુબજ પાણી ભરાયું હતું જેથી આસપાસના વિસ્તારોમા આવેલા ખેતરોમાં મજુરોને ત્યાંથી નિકળવાનો સમય મળ્યો ન હતો જેથી સવારે ૧૦:૦૦ વાગ્યાના સમયે કંન્ટ્રોલને માહિતી મળી હતી.

જેમાં ધ્રાંગધ્રા તાલુકાનાં વિસ્તારમાં ચાર લોકો ફસાયેલા છે જેથી અહિ ઘટના સ્થળે તુરંત જે.કલેક્ટર પી.જી.ગોંડલીયા તથા મામલતદાર સહિતનો સ્ટાફ તુરંત ઘટના સ્થળે પહોંચ્યો હતો બાથમાં તેઓએ અહિં ફસાયેલા ચાર લોકો જેમાં રમેશભાઇ વીરજીભાઇ વાઘેલા , મંજુલાબેન રમેશભાઇ વાઘેલા, ભવાનભાઈ માધાભાઈ પરમાર તથા મંજુલાબેન ભવાનભાઈ પરમાર એમ બે દંપતિ ફસાયેલા હોવાની વાત ગામલોકો પાસેથી પણ જાણવા મળી હતી ત્યારે ફસાયેલા લોકોની સ્થિતી જાણવા તેઓની સાથે સંપકઁ કરતા જાણવા મળ્યું હતું કે આ બે દંપતિ સિવાય બીજા આઠેક જેટલા લોકો અંદર ફસાયેલા છે તેનાથી દુર બીજા આઠેક વ્યક્તિઓ પણ ફસાયેલા હોય જેમા ભરતભાઇ ઠાકોર, જગદીશભાઇ ઠાકોર, સોંઢાભાઇ ઠાકોર, લાખાભાઇ ઠાકોર, મેરુભાઇ ઠાકોર તથા ત્રણ મહિલાઓ હતી તેનાથી પણ દુર છે જેથી આ લોકોને બચાવવા કપરી કસોટીથી ઓછુ ન હતું જ્યારે બાદમા  એનડીઆરએફ, મિલિટ તથા એસઆરપીની ટીમ તાત્કાલીક બોલાવાઇ હતી અને આ લોકોને બચાવવાનું રેસ્ક્યુ હાથ ધરાયું હતુ અંદર ફસાયેલા લોકો સુરક્ષીત હોવાથી તંત્ર દ્વારા ખુબજ સમજણ પુવઁક કામગીરી આદરી હતી જેમાં ઉંડા પાણી પરથી પસાર થઇઆ લોકોને બચાવવા પડે તેમ હતી.

જો કે તે સ્થળે કોઇપણ વાહન જઇ શકે તેવી પરીસ્થિતી ન હોય જેથી બોટ દ્વારા લોકોને બચાવવાની કામગીરી શરુ કરી હતી પરંતુ બોટ દ્વારા ઝડપી તથા આ વિસ્તાર કેટલાય કિમી સુધી પથરાયેલો હોવાથી કલાકોની મહેનત બાદ ફસાયેલા કોઈપણ વ્યક્તિઓની ભાળ નહિ મળતા આખરે હેલીકોપ્ટરની મદદ લેવી પડી હતી જે હેલીકોપ્ટરની મદદથી અહિં ફસાયેલા લોકોની શોધખોળ હાથ ધરાઇ હતી અંદાજે છથીસાત કલાકના રેસ્ક્યુ બાદ ફસાયેલા લોકોનો બચાવ થયો હતો અને સુરક્ષીત રીતે દરેક લોકોને બચાવ રેસક્યુ પાર પડાયું હતું બચાવ થયેલા લોકોએ સરકારી તંત્રનો આભાર માન્યો હતો .

જ્યારે આ બાબતે ધ્રાગધ્રાના ડે.કલેક્ટર પી.જી.ગોંડલીયાએ જણાવ્યું હતુ કે હજુ પણ ૪૮ કલાકની ભારે વરસાદની આગાહી હોવાથી નિચાણવાળા વિસ્તારમા રહેતા લોકોએ સ્થળાંતર કરવું કારણ કે તંત્રના અધિકારીઓને દરેક જગ્યાએ પહોંચ વળવા માટે ખુબજ તકલીફ પડતી હોય છે જેથી થોડો સહકાર લોકોએ આપી પોતાના અમુલ્ય જીવનને સાચવવ સાથે જણાવ્યુ હતુ કે સુરેન્દ્રનગર જીલ્લામા ટોલફ્રી નંબર અને કંટ્રોલનો નંબર આપવામાં આવ્યો છે જેના પર આવી કોઈપણ માહિતીની જાણ તુરંત કરવી જેને લઇને તંત્ર તાત્કાલિક પગલાં ભરી શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.