Abtak Media Google News

જૂની અદાવતનો ખાર રાખી પૂર્વ સરપંચના પુત્ર સહિત  સહિત ત્રણ સામે નોંધાતો ગુનો

ચુડા તાલુકાના ગોખરવાળા ગામે થોડા દિવસ પહેલાં થયેલા ઝઘડાનું મનદુ:ખ રાખીને ગ્રામ્ય પંચાયતના સભ્યના પિતાને મારમારી તેમજ જાતિ અપમાનિત કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જ્યારે સભ્યના પિતાને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. અને પોલીસે માર મારનાર ગોખરવાળા ના પૂર્વ સરપંચ ના પુત્ર સહિત અન્ય બે શખ્સો મળીને કુલ ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો.

ગોખરવાળા ગામે રહેતાં જાદવભાઈ કરશનભાઈ બારીયા સહિત ગ્રામજનોએ ચુડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં જણાવ્યું હતું કે ગોખરવાળા ગામના સરપંચ આરીફભાઈ અહેમદભાઈ સીદાતર તેમને ફોન કરીને પાણીના સંપે બોલાવ્ય હતા. તે સમયે સંપની ઓરડીમાં તેમના ગામનાં સુખાભાઈ છેલાભાઈ ભરવાડ હાથમાં ફરશી તથાં સુરેશભાઈ મોજુભાઈ ગૌસ્વામીના હાથમાં કુંડલી વાળી લાકડી અને પૂર્વ સરપંચના પુત્ર મશરૂભાઈ રૂડાભાઈ ભરવાડ ના હાથમાં તલવાર સાથે ઊભા હતા.

અને સુખાભાઈ અને સુરેશભાઈ જી.ઈ.બી. ના વાયર ઓરડીના સ્ટાટર માં નાખેલા હતાં જેથી ગામના સરપંચ આરીફભાઈ એ સંપની ઓરડી માંથી વાયર કાઢી લેવાનુ કહ્યું હતું. જે ત્રણેય શખ્સોને ન ગમતાં ભુડા બોલી ગાળો આપી જાતિ અપમાનિત અપશબ્દો બોલીને કહેવા લાગ્યા કે હતાં. કે ગામમાં તારૂ એકજ ઘર છે. અને તને રહેવા દેવાનો નથી. તેમજ તારા ત્રણેય છોકરાને પણ જાનથી મારી નાખવાના છે. સાથે સાથે આ બનાવનું બીજુ કારણ એ પણ હતું કે વીસેક દિવસ પહેલાં જે તે વખતના સરપંચ રૂડાભાઈ સીંધાભાઈ ભરવાડ ના પત્ની કંમુબેન રૂડાભાઈ વિરૂદ્ધ અવિશ્વસા ની દરખાસ્ત થયેલી હતી. જેમાં જાદવભાઈ ની પુત્રી જીજ્ઞાાબેન સરપંચ વિરૂદ્ધ મતદાન કર્યું હતું.

અને કુલ આઠ પંચાયતના સભ્યો માંથી છ સભ્યોએ સરપંચ વિરૂદ્ધ મતદાન કર્યું હતું. જેથી જેતે સમયે સરપંચ કંમુબેનને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતાં. જે વાતનુ મનદુ:ખ રાખીને પૂર્વ સરપંચ કંમુબેનનો પુત્ર મશરૂભાઈ રૂડાભાઈ ભરવાડ, સુરેશભાઈ મોજુભાઈ ગૌસ્વામી અને સુખાભાઈ રૂડાભાઈ ભરવાડ ત્રણેયે ભેગા મળીને તલવાર, ફરશી, અને કુંડલી વાળી લાકડી જેવા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને ઈજા પહોચાડી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપીને નાસી છુટયા હતાં. આ બનાવની જાણ ગ્રામજનોને થતા જાદવજીભાઈ ને સારવાર અર્થે ચુડા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવન અંગે જાદવભાઈ બારીયા તેમજ ગ્રામજનોએ ત્રણેય શખ્સો વિરૂદ્ધ ચુડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવતાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.