Abtak Media Google News

દારૂ અને રીક્ષા મળી રૂ.૧ લાખનો મુદામાલ કબ્જે

શહેરમાં દારૂ જુગારની બદી ડામવા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગૈહલોતે આપેલી સુચનાને પગલે ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફે લાખના બંગલા રોડ પરથી ઓટો રીક્ષામાંથી ૧૨૦ બોટલ દારૂ સાથે નામચીન બુટલેગરની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગાંધીગ્રામ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે લાખના બંગલા રોડ પર આવેલા એરપોર્ટ દિવાલ પાસે વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની પીએસઆઈ જી.એન. વાઘેલાને મળેલી બાતમીનાં આધારે સ્ટાફે વોંચ ગોઠવી હતી. સ્ટાફ એરપોર્ટની દિવાલે વોંચમાં હતા ત્યારે જી.જે.૨૩ યુ ૩૧૦૩ નંબરની રીક્ષાને અટકાવી તલાશી લેતા ૧૨૦ બોટલ દારૂ સાથે ભગવતીપરામાં રહેતો દારૂદ ઉર્ફે ભયલો કાદીર મહમદ શાહમદાર નામના શખ્સની ધરપકડ કરી રૂ.૧ લાખનો મુદામાલ કબ્જે કરી સ્ટાફે વધુ તપાસ હાથ ધરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.