Abtak Media Google News

પ્રથમ રશિયન કાર્ગો દહેજ ખાતે પહોંચી

વૈશ્ર્વિકસ્તરે  એકબીજા દેશોના ઔપચારિક સંબંધોથી મૈત્રીભાવ પણ વધે છે. તો દેશોની જરૂરીયાત પણ પુર્ણ થાય છે. ત્યારે વિશ્ર્વની ટોચની નેચરલ ગેસની રશિયન કંપની સાથે ભારતે ગેસની આયાત માટેના કરારો કર્યા છે. ભારતે પોતાની ઉર્જાની જરૂરતોને પુર્ણ કરવાની દિશામાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ ઉપરાંત ભારતે રપ અરબ ડોલરની ડીલથી અમેરિકા સહીત રશિયાને પણ સાઘ્યું છે.

Advertisement

ગેલ સાથેની ર૦ વર્ષ માટેની ડીલ અંતર્ગત રૂસી કાયોજેનીક શી એલએનજી પ્રથમ રશિયન કાર્ગો દહેજ ખાતે પહોંચી હતી. આ તકે પેટ્રોલીયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે, ભારતની સુરક્ષા તેમજ જરૂરીયાતને ઘ્યાનમાં લઇ રોડમેપ તરીકે આજના દિવસને ગોલ્ડન કે તરીકે યાદ કરવામાં આવશે. ભારતના વિકસીત ઓઇલ તેમજ ગેસ સેકટરમાં રશિયાના યોગદાનને ઉલ્લેખનીય ગણતા.

તેઓ જણાાવે છે કે ગેસ સપ્લાય અંગેની લાંબા સમયની સંધી માટેના કરારો બાદ બન્ને દેશો વચ્ચે પુલ બન્યો છે. ખાસ કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રૂસી પ્રેસિડન્ટ પુનિત વચ્ચેના રણનૈતિક આર્થિક સહયોગને લઇને ચાલી રહેલી ચર્ચાએ જોર પકડયું છે. પ્રધાને કહ્યું કે ભારત ગેલ તરફથી ૨૦૧૨માં સાઇન કરેલી ડિલ મુજબ દર વર્ષે રશિયામાંથી ૧.૫ અરબ ડોલરનો ગેસ આયાત કરશે.

આ પૂર્વ ભારતીય કંપનીએ અમેરિકાની બે સેલ ગેસ પ્રોજેકટ સાથે ટાઇ-અપ કર્યુ હતું. ભારતે ગેસની આયાત માટે કરેલી ડીલમાં ગૈઝપ્રોમ સાથેના કરારો સૌથી સારી કિંમતમાં થયા છે. કહેવાય છે કે રક્ષા તેમજ ઉર્જા અંગે રૂસ અને અમેરિકાને એકી સાથે સાધીને ભારત રાજનૈતિક સફળતા મેળવવા ભાગે છે. વત વર્ષે જ ભારતે અમેરિકામાંથી કાચા તેલની આયાતની શરુઆત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.