Abtak Media Google News
  • પ્રતિકારક શકિત વધારે, અનેક બિમારીઓને દૂર રાખે
  • ડુંગળી, શકકરિયા, આદુ, બીટ, લસણ, મૂળા, ગાજર, હળદર, આરોગવાના અનેક ફાયદો
  • ગરીબની કસ્તુરી એટલે ‘ડુંગળી’

દરેક લોકો પોતાને ગમતી અને મૂલ્યવાન ચીજ વસ્તુઓને ખૂબજ સાચવીને અને સૌથી સુરક્ષીત જગ્યાએ રાખતા હોય છે. આવું આપણે આપણી રીતે નહી, પરંતુ કયાંક આપણે કુદરત પાસેથી જ શીખ્યા છીએ. તમને થશે કેવી રીતે? તો  જણાવીએ કે આપણે સૌ  સમુદ્ર, નદી, પર્વતો આ બધુ આપણી સામે  જોઈ શકીએ છીએ. પરંતુ એ તમામની અંદર ધાતુઓ, ખનિજ, માટી સહિતની અનેક કિંમતી વસ્તુઓ પડી છે તેવી જ રીતે પૃથ્વી પર વૃક્ષો ફળો, છોડ, શાકભાજી છે.એમા પણ ‘કંદમુળ’ (જમીનની અંદર થતા) પ્રકારનાં શાકભાજીનો  જમીનની અંદર જ  ઉગે છે. કુદરતે  કંદમૂળ પ્રકારના શાકભાજીને સૌથી સુરક્ષીત જગ્યા આપી છે. કુદરતે આવું કરવા પાછળ જે તે શાકભાજીમાં  સ્વાસ્થ્યના લાભો, પોષણનું  મૂલ્ય અને ઔષધીયે ગુણો હોય છે.

Advertisement

Tuber Information: What Makes A Tuber Different From Other Kinds Of Roots | Gardening Know How

કંદમૂળમાં આવતા ડુંગળી, બીટ, આદુ   (ગાજર જયા શાકભાજી) છે. જે  જમીનની અંદર ઉગે છે. આ કંદમૂળને રોજીંદા આહારમાં લેવાથી સ્વાસ્થ્યને લગતા ઘણા લાભો થઈ શકે છે. કંદમૂળ પ્રાચીન  સમથી આપણા રોજીંદા આહારનો  એક ભાગ રહ્યો છે. પરંતુ આપણે ભાગ્યે જ આપણે આરોગતા  આહારના  શું ફાયદા છે. તેના વીશે  અજાણ હોય છીએ.

કંદમૂળમાં ડુંગળી શકકરિયા, આદુ, બીટ, લસણ,  મૂળા, ગાજર, હળદર, બટાટા,   વગેરે આવે છે. કંદમૂળ રોગપ્રતિકારક શકિત વધારે છે.  અને અનેક બિમારીઓને દૂર રાખે છે.

All Types Of Tubers: A Guide To Potato Types - Live Naturally Magazine

રસોઈમાં ગૃહિણીઓ સૌથી વધુ ડુંગળીનો  ઉપયોગ કરતી હોય છે. ડુંગળીમાં ફાઈબર  વિટામીન સી અને એન્ટીઓકિસડન્ટ ભરપૂર પ્રમાણમાં  હોય છે. નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત થયેલા અભ્યાસમાં એન્ટીઓકિસડન્ટ એક સંયોજન છે જે આપણા કોષોને ઓકિસડેટિવ નુકશાનથી સુરક્ષીત  કરી શકે છે. દરરોજ 100 ગ્રામ કાચી ડુંગળી ખાવાથી ટાઈપ-2 ડાયાબીટીસના દર્દીઓનાં બ્લડશુગરનું લેવલ કંટ્રોલમાં આવે છે. નેશનલ ઈન્સ્ટીટયુટ ઓફ હેલ્થ અનુસાર ડુંગળીમાં શકિતશાળી કેન્સર વિરોધી ગુણધર્મો છે. તેમાં રહેલા એન્ટીઓકિસડન્ટ કેન્સરનું જોખમ ઘટાડે છે.

વિટામિન એથી ભરપૂર શકકરિયા રોગપ્રતિકારક શકિત વધારવામાં મદદરૂપ

શકકરિયામાં વિટામીન સી, મેગેનીઝ, ફાઈબર તથા અન્ય વિટામીન પણ ભરપૂર માત્રામાં હોય છે. આ સાથે જ બીટા-કેરોટીન, કલોરોજેનિક એસિડ અને એન્થોકેયાનિન સહિત ઘણા એન્ટીઓકિસડન્ટસ પણ હોય છે. મળતી માહિતી મુજબ 12 અઠવાડિયા સુધી દરરોજ 5 ગ્રામ સફેદ શકકરિયાનાં અર્કનું સેવન કરવામાં આવે તો ડાયાબિટીસના દર્દીઓના બ્લડસુગર લેવલને કંટ્રોલ કરી શકાય છે.

શકકરિયામાં વિટામીન એ ભરપૂર માત્રામાં હોય છે. જે રોગપ્રતિકારક શકિત વધારવામાં મદદરૂપ થાય છે. જેના કારણે આંખોની રોશની જળવાઈ રહે છે. જેના કારણે આંખોની રોશની જળવાઈ રહે છે. અને ત્વચાનું સ્વાસ્થ્ય સારૂ રાખે છે.

ગાજર કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખે

Tuber- Root Crops – Ujamaa Seeds

આપણે સલાડમાં સંભારો  કરવામાં ગાજરનો ઉપયોગ કરતા હોય છે. ગાજર ખાવાથી ઓકિસડેટિવ સ્ટ્રેસ ઓછો થાય છે. અને કોલેસ્ટ્રોલ લેવલ પણ સુધરે છે. ગાજરમાં હાજર બીટા -કેરોટીન, સ્તન, પ્રોસ્ટેટ, પેટના કેન્સરનું જોખમ ઘટાડે છે. ગાજર ખાવાથી આંખોની રોશની સારી રહે છે. દૈનિક આહારમાં કાચા ગાજર ખાવાથી સૌથી વધુ ફાયદો થાય છે.

મૂળા ફંગસ ઈન્ફેકશનમાં રાહત આપે

આપણી થાળીમાં સલાડના રૂપમાં મૂળાનો ઉપયોગ કરીએ છીએ. મૂળામાં ઘણા પોષકતત્વો હોય છે. મૂળામાં એન્ટીફંગલ ગુણ હોય છે. આ ખાવાથી તમામ પ્રકારનાં  ફંગલ ઈન્ફેકશનથી રાહત મળે છે.

નેશનલ લાઈબ્રેરી ઓફ મેડિસિનનાં અભ્યાસ અનુસાર મૂળાનાં પાન ખાવાથી અલ્સર ઝડપથી  મટે છે.

લસણ બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખે છે

લાભકારક લીલું લસણ...

આયુર્વેદમાં લસણના અનેક ઔષધીય ગુણોનું ઘણી વખત વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં હાજર વિશેષ  સંયોજન એલિસિન એને ફાયદાકારક બનાવે છે. લસણમાં મેગેનીઝ, વિટામીન બી-6, વિટામીન સી ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે.  તથા ઘણા પોષકતત્વો હોય છે. લસણ ખાવાથી રોગપ્રતિકારક શકિત મજબૂત બને છે. તથા સામાન્ય  શરદી- ઉધરસમાં પણ રાહત મળે છે. લસણને ચૂપ, ચટણી કે કોઈપણ વાનગીમાં મિકસ કરીને ખાઈ શકાય છે. તથા લસણ ખાવાથી બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ અને ટ્રાઈગ્લિસરાઈડ્સ કંટ્રોલમાં રહે છે. તેનાથી હૃદયની તંદુરસ્તી પણ સુધરે છે.

આદુથી ગર્ભવતી મહિલાઓને ઉબકા આવવાની સમસ્યામાં રાહત મળે

આદુમાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓકિસડન્ટ હોય છે. એમાં જીંજરોલ નામનું ખાસ સંયોજન હોય છે. જેના ઘણા બધા સ્વાસ્થ્ય લક્ષી લાભો મળે છે. આદુ ખાવાથી ગર્ભવતી મહિલાઓને ઉબકા આવવાની સમસ્યામાં રાહત મળે છે. આદુ દુ:ખાવા અને સોજામાં રાહત આપે છે. નેશનલ લાઈબ્રેરી  ઓફ  મેડિસિનમાં પ્રકાશિત  થયેલા અભ્યાસ અનુસાર આદુનો રસ માસિકના દુ:ખાવામા રાહત આપે છે.

બીટ હાર્ટને હેલ્ધી રાખે છે

Beetroot Benefits: ફક્ત સ્વાસ્થ્ય માટે જ નહીં ત્વચા માટે પણ અત્યંત લાભદાયી છે બીટ

કંદમૂળમાં જો સૌથી પૌષ્ટિક બીટ છે. બીટમાં ફાઈબર, ફોલેટ અને મેગેનીઝ ભરપૂર માત્રામાં  જોવા મળે છે. તથા બીટમાં નાઈટ્રેટ ભરપૂર માત્રામાં હોય છે.આ ફાયદાકારક પ્લાન્ટ સંયોજનો છે જે રકતવાહિનીઓને આરામ આપે છે.

નેશનલ  ઈન્સ્ટિટયુટ ઓફ હેલ્થ અનુસાર બીટ ખાવાથી બ્લડપ્રેશર કંટ્રોલમાં રહે છે. અને હાર્ટ પણ હેલ્ધી રહે છે.

બીટ ખાવાથી શારીરિક પ્રવૃત્તિમાં સુધારો થાય છે. આ મગજમાં લોહીનો પ્રવાહ સુધારે છે. જે માનસિક સ્વાસ્થ્ય માટે સારૂ છે. બીટના રસમાં કેન્સરવિરોધી ગુણ હોય છે. બીટનો રસ, અથાણું, અથવા બાફી ઉકાળીને ખાઈ શકાય છે.

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.