Abtak Media Google News

દેવભૂમિ દ્વારકા જીલ્લાના ભાણવડ ગામમાં રહેતા વિરાભાઇ લખમણભાઇ મોરી રબારી તા. ૨૦/૫/૧૮ ના રોજ સવારના દસેક વાગ્યે પોતે  તથા તેના કુટુંબીભાઇ ખીમાભાઇ બંને પાછતર ગામની ઉગમણી સાઇડમાં તેમની વાડીએ કામ કરતા હતા ત્યારે આરોપીઓએ જમીન લેવા બાબતેનું મનદુ:ખ રાખી એક સ્કોપીયો ગાડીમાંથી તથા બે હીરો હોન્ડા મોટર સાયકલમાં આરોપીઓ (૧) દિનેશભાઇ ઉર્ફે મુનાભાઇ પુંજાભાઇ હુણ (ર) કારાભાઇ લાખાભાઇ મોરી (૩) રાહુલભાઇ કારાભાઇ મોરી (૪) કરશનભાઇ લખમણભાઇ મોરી (પ) કાનાભાઇ સાજણભાઇ સોલંકી (૬) વાલાભાઇ સાજણભાઇ સોલંકી (૭) દેવસીભાઇ નાગાભાઇ સોલંકી (૮) ભગાભાઇ નાગાભાઇ સોલંકી (૯) કીરણભાઇ ઉર્ફે કનાભાઇ લખમણભાઇ (૧૦) નાથાભાઇ રામાભાઇ મોરી (૧૧) રાણાભાઇ કારાભાઇ મોરી (૧ર) ટપુભાઇ ઉફે મેરુભાઇ નાગાભાઇ સોલંકી (૧૩) હરીશભાઇ પુંજાભાઇ હુણ વિગેરે આરોપીઓએ એક સંપ થઇ ગેરકાયદેસર મંડળી રચી જીવલેણ હથીયારો ધારીયું તલવાર, છરી, ધોકા વિગેરે હથીયારો વડે ફરીયાદી તથા સાહેદને માથાના ભાગે તથા હાથ-પગ તથા શરીરે આડેધડ માર મારી ગંભીર જીવલેપ ઇજા પહોચાડતા ફરીયાદી તથા ખીમાભાઇને માથાના ભાગે ઇજા થતા ખંભાળીયા હોસ્પિટલમાં પ્રાથમીક સારવાર આપ્યા બાદ જામનગર ગોકુલ ન્યુટેક હોસ્પિટલમાં સારવારમાં લઇ ગયેલ અને ફરીયાદીએ ગોકુલ હોસ્પિટલમાં સીટી બી.ડી.વી. પોલીસ સ્ટેશન રુબરુ ફરીયાદ આપતા ભાણવડ પોલીસે ઉપરોકત તમામ આરોપીઓ સામે આઇ.પી.સી. કલમ ૩૦૭, ૩૨૩, ૩૨૪ વિગેરે મુજબનો ગુનો દાખલ કરી અને ઉપરોકત આરોપીઓની ધરપકડ કરી નામ કોર્ટમાં રજુ કરતાં તેમને જામનગર જીલ્લા જેલ હવાલે મોકલી આપેલ. જેથી ઉપરોકત તેર આરોપીઓએ જામીન ઉપર છુટવા ખંભાલીઆ સેસન્સ અદાલતમાં જામીન અરજી કરતાં ખંભાલીયાના એડી. સેસન્સ જજ એસ.એન. સોલંકી સાહેબે દરેક આરોપીઓને રૂપીયા પંદર – પંદર હજારના જામીન પર મુકત કરવા હુકમ ફરમાવેલ છે. આરોપીઓ તરફે જીતેન્દ્ર કે. હીન્ડોચા તથા હર્ષીદા કે. અશાવલા એડવોકેટસ રોકાયા હતા.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.