Abtak Media Google News

ચંદ્ર ગ્રહણ અને સાથે ગુરુ પૂનમ હોવાથી યાત્રાધામ દ્વારકા ના જગત મંદિર ના સમય માં ફેરફાર કરાયો. સવારે પાંચ વાગ્યે મંગળા આરતી બાદ ભગવાન ના નિત્ય ક્રમ સાથે બપોરે બાર વાગ્યે જગત મંદિર અનોષર એટલે કે બંધ કરવામાં આવ્યુ. બપોરે ત્રણ વાગ્યે મંદિર ના દ્વાર ખોલી અને ઉથાપન  દર્શન બાદ વિવિધ દર્શન આરતી ભોગ ના નિત્ય ક્રમ બાદ મંદિર ના દ્વાર સાંજે વહેલા સાત વાગ્યે બંધ કરવામાં આવ્યા હતા. અને યજ્ઞ સમય દરમ્યાન ભીતર માં ભગવાન ના મંદિર મા પૂજારી પરિવાર દ્વારાં વિશ્વ શાંતી અર્થે હોમ હવન યજ્ઞ કરવામાં આવ્યુ હતુ. છપ્પન વર્ષના લાંબા સમય બાદ આટલો લાંબુ ચંદ્રગ્રહણ જોવા મળ્યુ હતુ.

ગ્રહો અને નક્ષત્રો જ રીતે અસર કરતા છે તેજ રીતે ચંદ્ર ગ્રહણ પણ માનવ જીવન ને અસર કરતા હોય મંદિરો ના સમય. મા ફેર ફાંર કરતા હોય છે.

અષાઠસુદ પૂનમના દિવસે ચંદ્રગ્રહણ ના લીધે જગત મંદિરના નિત્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. મંગલા આરતી સવારે પાંચ કલાકે કરી દર્શન બપોરના બાર કલાકે બંધ કરવામાં આવ્યા હતા. ફરી ત્રણ વાગ્યાથી લઈ સાંજના સાત વાગ્યા સુધી રાખવામાં આવ્યા હતા.અને ત્યાર બાદ દ્રશન બંધ કરવામાં આવ્યા હતા.  છપ્પન વર્ષના લાંબા સમય બાદ સૌથી વધુ સમયનો ચંદ્રગ્રહણ હોય, જગત મંદિરમાં વિશ્ર્વશાંતી અર્થે ખાસ પુજા કરવામાં આવી હતી.દરરોજ લાખોની સંખ્યામાં લોકો દર્શન કરવા આવતા હોવાથી મંદીર પરિસરમાં ભીડ જોવા મલતી હોય,આજે ચંદ્રગ્રહણ ના લીધે સુમસામ ભાસી રહ્યુ હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.