Abtak Media Google News

દેશમાં પ્રવર્તમાન પરિસ્થિતિને લઈને જીએસટીની મહેસુલી આવકમાં આવેલી ઓટને સરભર કરવા ભાજપ શાસિત રાજયોએ વિવિધ મુદા સબબ અન્ય પક્ષોને સહકારની ભાવના સાથે કેન્દ્ર સરકાર પાસે જીએસટીની ઘટેલી આવક સરભર કરવા ઉછીના નાણાની માંગ કરી છે. આ ૧૩ રાજયોમાં બિહાર, ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, ગુજરાત, ઉતરાખંડ અને મેઘાલયનો સમાવેશ થાય છે.

વધુ ૬ રાજયોમાં ગોવા, આસામ, અરૂણાચલપ્રદેશ, નાગાલેન્ડ, મિઝોરમ અને હિમાચલ પ્રદેશને એક-બે દિવસમાં આ વિકલ્પની નાણા મંત્રાલય દ્વારા મંજુરી આપવામાં આવે તેવી કવાયત હાથ ધરવામાં આવી છે. અત્યારે વર્તમાન નાણાકિય વર્ષમાં રાજયો દ્વારા ૨.૩૫ લાખ કરોડના જીએસટીની આવકમાં ભારે ઘટાડાનો સામનો કરી રહ્યા છે. કેન્દ્ર સરકારના પરીપત્ર મુજબ જીએસટીના ફાળે ૯૭ હજાર કરોડ રૂપિયા આવે છે અને બાકીના ૧.૩૮ કરોડ રૂપિયાની આવક પર કોરોનાની પરિસ્થિતિની અસર હેઠળ રાજય સરકારની આવકમાં ભારે ઓટ આવી છે.

કેન્દ્ર સરકારે ગયા મહિને તમામ રાજયોને બે વિકલ્પની પસંદગી કરવાનું સુચવ્યું હતું એક તો રાજય સરકાર ઉછીના પૈસા મેળવી લ્યે અથવા તો ૯૭ હજાર કરોડ રૂપિયા આરબીઆઈ પાસેથી અથવા તો ૨.૩૫ લાખ કરોડ રૂપિયા બજારમાંથી ભેગા કરી લે. આ સાથે ખાસ વળતર અને લકઝરી ચીજવસ્તુઓ પર વધારાની સેસ અને ૨૦૨૨ સુધીમાં ઉછીના લીધેલા નાણા પરત કરવાનો વિકલ્પ સરકારોને આપ્યો હતો. ૧૩ માંથી ૧૨ રાજયોએ સ્પેશિયલ વિન્ડો ફેસેલીટીની આરબીઆઈની ઉછીના નાણા લેવાનો વિકલ્પ પસંદ કર્યો છે. આ રાજયમાં આંધ્ર, બિહાર, ગુજરાત, હરિયાણા, કર્ણાટક, મધ્યપ્રદેશ, મેઘાલય, સિકિકમ, ત્રિપુરા, ઉતરપ્રદેશ, ઉતરાખંડ, ઓરિસ્સા અને માત્ર મણીપુરે બજારમાંથી નાણા લેવાનો વિકલ્પ પસંદ કર્યો છે. તેમ છતાં જયાં બિનભાજપ સરકારનું રાજ ચાલે છે તેવા રાજયોએ આ મુદ્દે અને ઓછા નાણાકિય ભંડોળ અને આવકના ઘટાડા સામે શીંગડા ભેળવવાનું શરૂ કર્યું છે.

૬ બિનભાજપ રાજયનાં મુખ્યમંત્રીઓમાં પશ્ર્ચિમબંગાળ, કેરલ, દિલ્હી, તેલંગણા, છતિસગઢ અને તામિલનાડુના મુખ્યમંત્રીઓએ કેન્દ્ર સરકારનો નાણાકિય ખાદ્ય અને ઓછી આવક સરભર કરવા માટે ઉછીના પૈસા લેવાની દરખાસ્તનો વિરોધ કર્યો છે. સુત્રોએ જણાવ્યું હતું કે, વિકલ્પના મુદ્દે જીએસટી કાઉન્સીલ હજુ વિચારણા કરી રહી છે. જીએસટી કાઉન્સીલની ૪૧મી બેઠક ૨૭ ઓગસ્ટના રોજ મળશે જેમાં બે વિકલ્પો સભ્ય રાજયોને કે જેઓ આવકના ઘટાડાનો સામનો કરી રહ્યા છે. આરબીઆઈની સિંગલ વિન્ડો ફેસેલીટીથી નાણા મંત્રાલય આ વિકલ્પ આપશે. જીએસટી કાઉન્સીલે વર્તમાન આર્થિક પરિસ્થિતિમાં ટેકસ વધારો શકય ન હોવાની ચર્ચા કરી હતી. ઘરના દરમાં વ્યાજબી વલણ, રાહત અને મંદી જેવી પરિસ્થિતિમાં ઉછીના નાણા તેજ આદર્શ વિકલ્પ બની શકે છે. કેન્દ્ર સરકાર રાજયોને જીએસટીની ઓછી આવક સામે નાણા ઉછીના આપીને મદદરૂપ થવા કટીબઘ્ધ બની છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.