Abtak Media Google News

ઉદયનગર પાસે ૪ ઈંચની ડિસ્ટ્રીબ્યુશન લાઈનમાં ભંગાણ: ૩ સોસાયટીમાં કલાકો વિતરણ મોડુ

શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર હાલ રૈયા ચોકડી અને મવડી ચોકડી ખાતે બે સમાંતર સ્લીટ ફલાય ઓવર બ્રિજનું નિર્માણ કામ ચાલી રહ્યું છે. જેમાં હાલ ખોદકામ દરમિયાન પાઈપ લાઈન તુટવાની સમસ્યા સર્જાય છે. આજે મવડી ચોકડી નજીક ઉદયનગરમાં બ્રિજ કોન્ટ્રાકટરને પાઈપ લાઈન તોડતા ત્રણ સોસાયટીમાં પાણી વિતરણ ખોરવાઈ ગયું હતું.

Advertisement

આ અંગે પ્રાપ્ત તી વધુ વિગત મુજબ મવડી ચોકડી ખાતે ફલાય ઓવરબ્રિજના નિર્માણ માટે હાલ સર્વિસ રોડનું કામ ચાલી રહ્યું હોય. બ્રિજના કોન્ટ્રાકટરના જેસીબીએ ખોદકામ દરમિયાન ઉદયનગર નજીક પાણીની ચાર ઈંચની પાઈપ લાઈનમાં ભંગાણ સર્જી દેતા વિતરણ વ્યવસ ખોરવાઈ જવા પામી હતી.

તાત્કાલીક રીપેરીંગની કામગીરી શ‚ કરી દેવામાં આવી હોવા છતાં ઉદયનગર અને આસપાસની ત્રણેય સોસાયટીમાં અંદાજીત બે કલાક જેટલું પાણી વિતરણ કરવામાં આવ્યું હતું. બ્રિજના કોન્ટ્રાકટરની લાપરવાહીને કારણે અગાઉ પર પાઈપ લાઈન તુટવા જેવા બનાવો બન્યા હતા. જેના કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.