Abtak Media Google News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ભારત સરકારે દેશની તમામ સહકારી મંડળીઓને મજબૂત કરવા માટે અનેક પગલાં લીધા છે

Advertisement

સહકારિતા મંત્રી અમિત શાહે તમામ 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો તથા 13 રાજ્યોમાં કાર્યરત 1,851 કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકો (એઆરડીબી)ના રજિસ્ટ્રાર્સને કોમ્પ્યુટરાઇઝ્ડ અને સશક્ત બનાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે

રૂ. રરપ કરોડનો ખર્ચ થવાનો અંદાજ

દેશમાં તમામ પીએસીએસની કમ્પ્યુટરાઇઝેશન સ્કીમની જેમ 13 રાજ્યોના કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકો (એઆરડીબી)ના 1,851 એકમોનું રાષ્ટ્રીય યુનિફાઇડ સોફ્ટવેર મારફતે કમ્પ્યુટરકરણ કરવામાં આવશે

તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની સહકારી મંડળીઓના રજિસ્ટ્રારની કચેરીઓને પણ કેન્દ્રીય રજિસ્ટ્રારની જેમ કમ્પ્યુટરાઇઝ્ડ કરવામાં આવશે

આ યોજના માટે સેન્ટ્રલ પ્રોજેક્ટ મોનિટરિંગ યુનિટ (પીએમયુ)ની સ્થાપના કરવામાં આવશે, જે યોજનાના સફળ અમલીકરણ માટે કામ કરશે, આ યોજના માટે કુલ અંદાજિત ખર્ચ રૂ. 225.09 કરોડ થશે

આ યોજનાના અમલીકરણથી લોકો રાજ્યોના સહકારી વિભાગો અને એઆરડીબીની કચેરીઓ દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ ઝડપથી એક્સેસ કરી શકશે, વધુમાં તે આ કચેરીઓની કામગીરીમાં પારદર્શિતા અને એકરૂપતા પણ લાવશે, જે તેમને વધુ કાર્યક્ષમ બનાવશે અને સમયની બચત કરશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.