Abtak Media Google News

19 વર્ષ બાદ શ્રાવણમાં અધિક માસ આવ્યો: આ વખતે પુરા 30 દિવસ

અધિક શ્રાવણ સુદ એકમ ને  તા.18જૂલાઈના દિવસે આખો દિવસ-રાત્રી પુષ્ય નક્ષત્ર છે. પુષ્ય નક્ષત્રને ધર્મ, પુજા, પાઠ, જપ, તપ માટે ઉતમ ફળ આપનાર ગણાય છે. આમ પુરૂષોત્તમ માસના પહેલા દિવસે જ પુષ્ય નક્ષત્ર હોય આ વર્ષે પુરૂષોત્તમ માસ ઉત્તમ ફળ આપનાર ગણાશે. પાછલો પુરૂષોત્તમ માસ 2020માં 34 મહિના પહેલા અને આસો માસ તરીકે આવેલ અન શ્રાવણ માસ તરીકે પુરૂષોત્તમ માસ 2004માં 19 વર્ષ પહેલા આવેલ આથી શ્રાવણ માસ તરીકે પુરૂષોત્તમ માસનો લાભ આસરે 19 વર્ષ પછી મળશે. આ આ વર્ષે અધિક માસ પૂરા 30 દિવસ નો રહેશે.

પુરૂષોત્તમ માસનુ ગણીત અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે 365 દિવસ અને 6 કલાકનું એક વર્ષ થાય છે. જયારે આપણા હિન્દુ શ્રેષ્ટ પંચાગ પ્રમાણે 354 દિવસનું એક વર્ષ થયા છે. આમમ 11 દિવસનોગેપ રહેછે. આથી આપણા પંચાંગ પ્રમાણે દર ત્રણ વર્ષ પુરૂષોત્તમ માસ આવે છે.

બધા જ વાર મહિના ના દેવતાઓ સ્વામિ તરીકે છે પરંતુ અધિક માસના સ્વામિ કોઈ હતા નહીં આથી ભગવાન વિષ્ણુ પોતે અધિક માસના સ્વામિ બને છે અને પોતાનું નામ પુરૂષોત્તમ આપે છે. પોતાના બધાજ ગુણો અને ફળ આ અધિક મહિનાને આપે છે અને ભગવાન વિષ્ણુ પોતે કહે છે. પુરૂષોત્તમ માસ દરમ્યાન હું પોતે પૃથ્વી ઉપર રહીશ અને ભકતોની પીડા દુર કરીશ

પુરૂષોત્તમ માસ દરમ્યાન લગ્ન, જનોઈ, વાસ્તું જેવા શુભકાર્યો થતા નથી પરંતુ આ મહિના દરમ્યાન ભગવાનની પુજા – પાઠ, જપ, ભકિત, દાન અનંત ગણુ ફળ આપનાર બને છે. પુરૂષોત્તમ માસમાં મંડળપુરવુ, સાત ધાન્યના સાથીયા કરી પુજાકરાવી ઘડાનું દાન સંપુટ દાન ધાન્ય દાન વસ્ત્ર અલંકારનું દાન, સત્યનારાયણ ભગવાનનીકથા. પુરૂષોત્તમ માસનો કથા, ભાગવન કથા, ભકિત કિર્તન બહુજ શુભ તથા તુરંત ફળ આપનાર બને છે.

પુરૂષોત્તમ માસ દરમ્યાન જીવનની કોઈ પણ મુસીબતના નિવારણ માટે આખા મહિના દરમ્યાન શ્રીકૃષ્ણ ભગવાનની છબી રાખી દિવો અગરબતી કરી અને ત્યારબાદ શ્રીકૃષ્ણ શરણમમ.. મંત્રના જપ આખો અધિક માસ દરમ્યાન કરવાથી મુસીબત દુર થાય છે તે ઉપરાંત માનશીક અને શારીરીક બીમારી માટે નમો ભગવતે વાસુદેવાય મંત્રના જપ કરવાથી જીવનમાં રાહત મળશે. ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને કહેલું છે મારૂ શરણુ લેવાથી જીવન માં જરૂર રાહત મળશે. આમ પુરૂષોત્તમ મહિના દરમ્યાન કરેલી ભકિત અને કથા શ્રવણ તુરંત લાભ આપે છે. આખા પુરૂષોત્તમ માસ દરમ્યાન ઉપવાસ અથવા તો એકટાણા રહેવા જોઈએ.

પુરૂષોત્તમ માસમાં આવનાર શુભ ઉત્તમ 

(1) વ્યતિપાત યોગ : તા.20જુલાઈ ગુરૂવારે સવારે 11:22 થી તા.21જુલાઈ શુક્રવારે બપોરે 12:24 સુધી
(2) કમલા એકાદસી તા.29.7.2023 શનિવારે
(3) વૈધૃતિયોગ : તા.30 જુલાઈ રવિવારે સુર્યોદયથી રાત્રીના 3 વાગ્યા સુધી
(4) પુનમ : તા.1ઓગષ્ટને મંગળવાર
(5) બુધવાર અને સિધ્ધીયોગ : વિષ્ણુ ભગવાનનો વાર બુધવાર ગણાતો હોવાથી તા.9ઓગષ્ટને  બુધવારે સુર્યોદયથી રાત્રીના 2 વાગ્યા સુધી દન પુણ્ય, પુજા, પાઠ માટે દિવસ શુભ છે,
(6) કમલા એકાદશી તા.12ઓગષ્ટને શનિવાર,
(7) વ્યતિપાત યોગ : તા. 14ઓગષ્ટ સોમવારે બપોરે 4:40થી તા.15.8.2023 મંગળવારે સાંજે 5:32 સુધી
(8) બુધવારી અમાસ : તા.16ઓગષ્ટ બુધવારે પુરૂષોત્તમ માસની પુર્ણાહુતી.

પુરૂષોત્તમ માસ તથા નીજ શ્રાવણ માસ આ બન્ને શ્રાવણ માસના સોમવારે પણ શિવપુજા પણ કરી શકાય છે.

અધિક માસના સોમવારની યાદી

(1) સોમવાર તા.24 જૂલાઈ
(2) સોમવાર તા.31 જૂલાઈ
(3) સોમવાર તા.7 ઓગષ્ટ
(4) સોમવાર તા.14 ઓગષ્ટ

નિજ શ્રાવણ માસના સોમવારની યાદી

(1) સોમવાર તા.21 ઓગષ્ટ
(2) સોમવાર તા.28 ઓગષ્ટ
(3) સોમવાર તા.4 ઓગષ્ટ
(4) સોમવાર તા.11 ઓગષ્ટ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.