Abtak Media Google News
વાંકાનેરના રાતીદેવડીમાં લાખોનો દારૂ પકડાવા મામલે  બે ઝડપાયા
જમીનમાં ખાડો ગારી બુટલેગરોએ ૧૯૧૭ બોટલ છુપાવી હતી
વાંકાનેર : વાંકાનેરના રાતીદેવડીની સીમમાંથી લાખો રૂપિયા વિદેશી દારૂ પ્રકરણમાં પોલીસે બે બુટલેગરોને ઝડપી લઈ આકરી પૂછપરછ શરૂ કરી દારૂ ક્યાંથી આવ્યો અને કોને મોકલ્યો તે સહિતના અંકોડા મેળવવા પ્રયાસ શરૂ કર્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ વાકાનેર સીટી પોલીસે અગાઉ પકડાયેલ 1917 નંગ વિદેશી દારૂ ના જથ્થામા ભાગતો ફરતો શખ્સ પકડાયો છે તેમજ સીમ માં ખાડો ખોદી સંતાડેલ વિદેશી દારૂ ની 12 નંગ બોટલો સાથે વધુ એક ને પકડી પાડી આ દારૂ સપ્લાયર સુધી પહોંચવા પ્રયાસ શરૂ કર્યા છે.
મોરબી જીલ્લા એસપી જયપાલસિંહ રાઠોડે દારૂ ની બદી પકડવા આપાલ સુચના થી વાકાનેર સીટી પીઆઈ એચ.એમ.રાઠોડ ,પ્રો.પીએસઆઈ  આર.પી.જાડેજા સહીત ના સ્ટાફે
અગાઉ રાતીદેવડી ગામ ની સીમ મા જમીન મા ખાડો ખોદી સંતાડેલ વિદેશી દારૂ ની 1917 નંગ બોટલો ના ગુના મા ભાગતો ફરતો આરોપી દિગ્વિજયસિંહ ઈન્દ્રસિંહ ઝાલા રહે.રાતીદેવડી તા.વાંકાનેર જી.મોરબી વાળા ની ધરપકડ કરી હતી.
જ્યારે બીજી રેડ માં રાતીદેવડી ગામ ની સીમ માં ખાડો ખોદી સંતાડેલ વિદેશી દારૂ ની 12 નંગ બોટલ કુલ કિંમત 3600/- રૂપીયા ના મુદ્દામાલ સાથે મહાવીરસિંહ પ્રવિણસિંહ ઝાલા રહે.રાતીદેવડી તા.વાકાનાર જી.મોરબી વાળા ની ધરપકડ કરી વાકાનેર તાલુકા પોલીસ મથકે ગુનો દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરેલ છે તેમજ બંન્ને આયોપીઓ વિરૂદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરી પોલીસે અન્ય કોઈ શખ્સો સંડોવાયેલ છે કે કેમ તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.