Abtak Media Google News

સુરેન્દ્રનગર જીલ્લાના નાની મોલડી પો.સ્ટે.માં ભારતીય બનાવટના વિશાળ જથ્થામા પકડાયેલ અંગ્રેજી દારૂના કેસમાં ગુનો બન્યા બાદથી એટલે કે છેલ્લા ૧૦ માસથી નાસતા-ફરતા આરોપીને મોરબી જીલ્લાના મોરબી તાલુકા પો.સ્ટે. વિસ્તારમાંથી નાસતા-ફરતા સ્કવોડ રાજકોટ રેન્જની ટીમ પકડી પાડવામાં આવ્યો હતો.નાની મોલડી પો.સ્ટે. ખાતે ભારતીય બનાવટના ઇંગલીશ દારૂની બોલેરો પીકઅપ તથા આઇસર મેટાડોરમાં ભરેલ કુલ રૂ.૧૮,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ પકડાયેલ હતો.

જે કેસમાં રેઇડ બાદથી એટલે કે છેલ્લા ૧૦ માસથી નાસતા-ફરતા આરોપી વિક્રમભાઇ હકાભાઇ ચૌહાણ (રહે. મુળ- ચીરોડા, તા.ચોટીલા, જી.સુરેન્દ્રનગર, હાલ- પીપડી રોડ, મોરબી) વાળાને શીશમ કારખાના પાસેથી પકડી પાડી હાલમા ચાલી રહેલ કોરોનાની મહામારી સંદર્ભે કોવીડ ૧૯ અંગેની મેડીકલ તપાસણી કરાવવાની જરુરી સુચના સાથે મોરબી તાલુકા પો.સ્ટે. ખાતે આરોપીને કાયદેસરની કાર્યવાહી કરવા સારુ સોંપી આપેલ છે અને નાની મોલડી પો.સ્ટે.ને આ અંગેની કાર્યવાહી અંગે જાણ કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.