Abtak Media Google News

તમામ માલના વેચાણની ચૂકવણી ચેકના માધ્યમથી થશે જેથી ખેડૂતોને પારાવાર

સમસ્યાનો સામનો કરવો પડશે; ગ્રામ્ય સ્તરે બેંક ન હોય ખેડૂતોને તાલુકા કક્ષાએ ચેક જમા કરાવવા જવું પડશે જેવી અનેક સમસ્યાઓ સામે ખેડૂતો અને વેપારીઓનો આ નિર્ણય સામે વિરોધ

દેશભરના તમામ એપીએમસીઓમાં આગામી તારીખ ૧ સપ્ટેમ્બરના રોજથી ૧ કરોડથી વધુની રોકડ નાણાંની લેવડ દેવડ પર ૨% ટીડીએસ લગાડવામાં આવનાર છે જે બાબતે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ એપીએમસીના વેપારીઓ એ વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોને તમામ ચૂકવણી ચેકના માધ્યમી કરવામાં આવશે. જેી અનેક સમસ્યાઓ ઉદ્ભવવાની સંભાવના હોય જેી વેપારીઓએ સખ્ત વિરોધ દર્શાવ્યો છે.

વેંચાણ બાદ ખેડૂતોનો આગ્રહ છતાં રોકડ આપી શકાશે નહીં: રમેશભાઈ ગોંડલીયા

Vlcsnap 2019 08 19 09H38M02S52

આ તકે રમેશભાઈ ગોંડલીયા (પટેલ  ઠક્કર ટ્રેડિંગ – રાજકોટ માર્કેટિંગ યાર્ડ)એ ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું કહ્યું હતું કે યાર્ડ ની પેઢીઓ માટે ૧ કરોડ ની રોકડ મતા કોઈ મોટી રકમ નથી. ખેડૂત અહીં વેચાણ કરવા અસવે તો તેમણે રોકડ જ આપવાની હોય છે તેઓ પણ રોકડ નો જ આગ્રહ રાખતા હોય છે પરંતુ આ નિયમ ના કારણે અમે રોકડ આપી શકીશું નહીં. ઉપરાંત અમારે મજૂરો ને તો રોકડ જ આપવા પડે તેમણે ચેક આપી શકાય તેવી પરિસ્થિતિ હોતી જ નથી.

આ નિયમી ખેડૂતો ગ્રામ્ય સ્તરે વેચાણ શરૂ કરી દેશે: કેતન હાપલીયા

Vlcsnap 2019 08 19 09H38M27S62

આ તકે કેતન હાપલીયા (ખેડૂત)એ ‘અબતક’ સોની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે જો વેપારીઓ અમને ચેક આપે તો અમારે તાલુકા સ્તરે ચેક જમા કરાવવા જવું પડશે. ઉપરાંત હાલ ગામડાઓ માં ખેડૂતો સાઇબર ક્રાઈમ નો ભોગ બની રહ્યા છે, બેંકો માંથી નાણાં ની ઉપાચત થઈ જાય છે. અમે કેશલેશ વિશે કશું જાણતા નથી ત્યારે અમે કંઈ રીતે આ નિયમ અનુસાર વ્યવહાર કરીશું. તેમજે તેમણે વધુમાં જણાવતા કહ્યું હતું કે જ્યારે અમે ચેક જમા કરાવીએ છીએ ત્યારે વધારા ના પૈસા અમારી પાસે થી વસુલવામાં આવે છે. જો આ નિયમ ની અમલવારી થાય તો ખેડૂતો ને ગામડા માં મણે ૧૦૦ રૂપિયા ઓછા મળે તો તેઓ ગામડા સ્તરે જ વેચાણ શરું કરી દેશે જેનાથી ખેડૂતો ને નુકશાની થશે અને યાર્ડ માં આવક પારાવાર ઘટશે.

આ નિયમી સમગ્ર વ્યવસ ખોરવાશે: અતુલ કામાણી

Vlcsnap 2019 08 19 09H37M15S115

આ તકે અતુલ કમાણી (પ્રમુખ – કમિશન એજન્ટ એસો.) એ ‘અબતક’ સોની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે આ નિયમ આગામી તારીખ ૧ સપ્ટેમ્બર થી લાગુ થનાર છે ત્યારે જે મર્યાદા નક્કી કરાઈ છે જે ફક્ત ૮ થી ૧૦ દિવસ માં જ પૂર્ણ થઈ જતું હોય છે, તો કમિશન એજન્ટો ને જે કમિશન મળે છે તેનાથી વધુ રકમ સરકાર શ્રી ને ચુકવણી કરવી પડશે જેના કારણે અમે ખેડૂતો ને તમામ ચુકવણી ચેક ના માધ્યમ થી કરીશું. જેના કારણે ખેડૂતો ને પારાવાર સમસ્યા નો સામનો કરવો પડશે, ગ્રામ્ય સ્તરે બેન્ક હોતી નથી જેથી ખેડૂતો એ તાલુકા કક્ષાએ ચેક જમા કરાવવા જવું પડશે, ચેક નું ક્લિયરિંગ ૧૦ દીવસે થશે. આ બાબતે અમે સરકાર ને પત્ર લખીને આવેદન આપ્યું છે કે આ નિયમ માંથી માર્કેટિંગ યાર્ડને બાકાત રાખવામાં આવે તો ઘણો ફાયદો થઈ શકે, પરંતુ હજુ સુધી અમને કોઈ જવાબ મળ્યો નથી.  નિયમ લાગુ થયા બાદ ની સ્થિતિ વિશે તેમને કહ્યું હતું કે ખેડૂતો ને જે ચુકવણી કરવામાં આવે છે તેમાંથી તેઓ ૨૫ % રકમ યાર્ડ ખાતે ખાતર, બિયારણ ની ખરીદી કરતા હોય છે ઉપરાંત ભાગિયાઓ ને રકમ ની ચુકવણી કરવાની હોય છે જેના માટે તેમણે રોકડ ની તાતી જરૂર હોય છે પરંતુ આ નિયમ ના કારણે આ સમગ્ર વ્યવસ્થા ખોરવાશે.

હજુ મોટાભાગના લોકોને ડિજિટલાઇઝેશન વિશે કોઈ માહિતી ની: વલ્લભભાઇ પટેલ

Vlcsnap 2019 08 19 09H37M32S22

આ તકે વલ્લભ પટેલ (વિરાટ ટ્રેડિંગ – માર્કેટિંગ યાર્ડ રાજકોટ)એ ‘અબતક’ સોની વાતચીતમાં જણાવ્યું હતું કે આ નિયમ થી સરકાર ને લાભ થશે પરંતુ પ્રજા ને નુકશાની થશે. આ નિયમ થી ખેડૂત પરેશાન થશે. કેશલેશ અને ડિજિટલ ઇન્ડિયા ની વાતો થઈ રહી છે પરંતુ હજુ મોટા ભાગ ના લોકો ને ડિજિટલાઇઝેશન વિશે કોઈ માહિતી નથી. તેમણે કહ્યું હતું કે હું વેપારી છું છતાં મારી પાસે કેશલેશ વિશે કોઈ માહિતી નથી તો ખેડૂતો પાસે આ માહિતી ક્યાંથી હોય?

બેંકમાં ચેક જમા કરવા જશું તો પણ એક દિવસ બગડશે: મનસુખભાઈ (ખેડૂત)

આ તકે મનસુખભાઇ (ખેડૂત)એ ‘અબતક’ સોની વાતચીતમાં  જણાવ્યું હતું કે, આ નિયમ ખૂબ જ અઘરો છે. અમે હાલ સુધી તમામ વ્યવહારો રોકડ થી કરીએ છે. રોકડ વ્યવહાર અમને સુસંગત છે. ચેક ના માધ્યમ થી જો ચુકવણી થાય તો ખેડૂત ને બેન્ક ની સ્લીપ પણ ભરતા આવડતી નથી. તાલુકા સ્તરે આવેલી બેંકો માં જો ચેક જમા કરવા જય તો અમારો સંપૂર્ણ એક દિવસ બગડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.