Abtak Media Google News

પડધરીમાં કાયદો અને વ્યવસ્થા કથળતા જેતપુર સિટીના જાંબાઝ પી.એસ.આઇ. જી.જે.ઝાલાને પોસ્ટીંગ અપાયુ: એમ.એચ.યાદવને રિડરમાં મુકી દેવાયા

રાજકોટ જિલ્લામાં પોલીસ નિષ્ક્રીય બની જતાં છેલ્લા કેટલાક સમયથી દારુ-જુગાર અને બાયોડિઝલ તેમજ ખનિજ માફિયા બેફામ બની ગયા હોવાથી સ્ટેટ મોનિટરીંગ સેલના સ્ટાફે દારુ, જુગાર, બાયો ડિઝલ અને ખનિજ ચોરી અંગે દરોડા પાડતા જિલ્લા પોલીસની નબળી કામગીરી સામે અનેક સવાલ થતા જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડે એક સાથે 20 ફોજદારની આંતરીક બદલીના હુકમ કર્યા છે.

Advertisement

પડધરી પોલીસ મથકનો દોરી સંચાર કેટલાક લુખ્ખાઓના હાથમાં હોય તેમ રાહદારીઓને રાતે ઘરની બહાર નિકળવું મુશ્કેલ બન્યું હોવાની ફરિયાદ ઉઠતા પડધરી પોલીસ મથકમાં કડક અધિકારીની છાપ ધરાવતા જેતપુર સિટીના પી.એસ.આઇ. જી.જે.ઝાલાની નિમણુંક આપવામાં આવી છે. પડધરી પોલીસ મથકમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં જેની સામે અનેક સવાલ થઇ રહ્યા હોવાથી પડધરીના પીએસઆઇ એમ.એચ.યાદવને રિડરમાં મુકી દેવામાં આવ્યા છે.

આ ઉપરાંત ધોરાજીના પી.એસ.આઇ. આર.કે.ગોહિલને શાપર-વરાવળ, શાપર વેરાવળના પી.એસ.આઇ. એસ.જે.રાણાને એલઆઇબી, જસદણના પીએસઆઇ એસ.એમ.રાદડીયાને જેતપુર ડીવાય.એસ.પી.ના રિડરમાં, એસપી રિડર પીએસઆઇ આર.એચ.જારીયાને જેતપુર સિટી, પાટણવાવના પીએસઆઇ વી.કે.કોઠીયાને ગોંડલ સિટી, ગોંડલ સિટીના પી.એસ.આઇ. જે.એમ.ઝાલાને ગોંડલ તાલુકા, શાપર-વેરાવળના પી.એસ.આઇ. આર.વી.ભીમાણીને ભાયાવદર, ગોંડલ મહિલા પોલીસ મથકના પી.એસ.આઇ. વી.સી.પરમારને જેતપુર સિટી, જેતપુર ડીવાય.એસ.પી. રિડર પીએસઆઇ આઇ.એમ.સરવૈયાને જસદણ, ધોરાજીના પીએસઆઇ બી.ડી.પરમારને કોટડા સાંગાણી, જેતપુર સિટીના પીએસઆઇ કે.વી.પરમારને લોધિકા,  લીવ રિઝવમાં રહેલા પીએસઆઇ એમ.એચ.ઝાલાને ગોંડલ ડીવાય.એસ.પી. રિડર પીએસઆઇ તરીકે, લીવ રિઝવમાં રહેલા પીએસઆઇ એસ.ડી.રાણાને જિલ્લા ટ્રાફિકમાં, હ્યુમન યુનિટના પીએસઆઇ એસ.એમ.પરમારને ગોંડલ સિટી, મહિલા પોલીસ મથકના એન.આર. કદાવાલાને હ્યુમન યુનિટ અને ગોંડલ ડીવાય.એસ.પી.ના રિડર પીએસઆઇ એચ.વી.ચુડાસમાને જિલ્લા ટ્રાફિકમાં બદલી કરવામાં આવી છે.

જ્યારે લોધિકા પોલીસ મથકના પી.એસ.આઇ. કે.બી.ગોહિલ પાસેથી લોધિકાના વધારાના ચાર્જમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. જ્યારે વી.બી.વસાવાને બીજો હુકમ ન થાય ત્યાં સુધી ગોંડલ મહિલા પોલીસ મથકનો ચાર્જ સોપવામાં આવ્યો છે.

પડધરીમાં પેધી ગયેલા એએસઆઇ, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલની બદલીની ચર્ચા

રાજકોટ જિલ્લાના પડધરી ખાતે કાયદો અને વ્યવસ્થા કથતા જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડે તાકીદની અસરથી પડધરીના પીએસઆઇ યાદવને રિડરમાં  બેસાડી દેવામાં આવ્યા છે. તેમની જગ્યાએ કડક પોલીસ અધિકારીની છાપ ધરાવતા અને અગાઉ એસ.ઓ.જી., અને જેતપુર સિટીમાં પશંશનીય ફરજ બજાવી સારી લોક ચાહના ધરાવતા પી.એસ.આઇ. જી.જે.ઝાલાની નિમણુંક આપવામાં આવી છે. લુખ્ખાઓ અને અસામાજીત તત્વો પર સારી ધાક ધરાવતા જી.જે.ઝાલા માટે પડધરીમાં કાયદો અને વ્યવસ્થાની કપરી પરિસ્થિતી થાળે પાડવાની સાથે પેધી ગયેલા કેટલાક એએસઆઇ, હેડ કોન્સ્ટેબલ અને કોન્સ્ટેબલ પર પણ ચાપતી નજર રાખવી પડશે. કેટલાક ગુનેગારો સાથે સાંઠગાંઠ ધરાવતા અને લાંબા સમયથી પડધરી પોલીસ મથકમા ફરજ બજાવતા હોય તેઓ સામે પણ બદલી કરવામાં આવશે તેવા નિર્દેશ મળી રહ્યા છે. પડધરીમાં પેધી ગયેલા નીચેના સ્ટાફમાં સાફસુફી જરુરી બની હોય તેમ જાણકારો કહી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.