Abtak Media Google News

ત્રણ દિવસની આ ટુર્નામેન્ટમાં છેલ્લા દિવસે પદ્મશ્રી અને આલંપીકપદક વિજેતા સુશીતકુમાર ખાસ ઉપસ્થિત રહી સ્પર્ધકોનો ઉત્સાહ વધારશે

સંઘપ્રદેશ દાદરાનગર અને નગરહવેલી ખેલ અને યુવા વિભાગદ્વારા આયોજિત નેશનલ સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા અંતર્ગત અંડર-૧૪ બોયઝ એન્ડ ગર્લ્સ શતરંજ ટુર્નામેન્ટનું આજે ઉદઘાટન થયું. આ ઉદઘાટન સમારોહ પોલીસ ટ્રેનિંગ સ્કુલ સાયલીના મેદાનપર આયોજીત કરાયું છે. આ પ્રકારની ટુર્નામેન્ટ દાદરાનગર હવેલીમાં પહેલીવાર આયોજીત કરાયું. કુલ ૨૨ રાજય અને ૫ સંઘ શાસિત પ્રદેશોએઆ ટુર્નામેન્ટમાં પોતાનું નામ નોંધાવ્યું છે અને ખુબ જ હર્ષોલ્લાસથી ટુર્નામેન્ટમાંસહભાગી થયા છે.

આ ઉદઘાટન સમારંભની શરૂઆત સજજનસિંહ યાદવ, પ્રશાસકનામુખ્ય સલાહકર દીપ પ્રગટાવી કર્યું. ત્યારબાદ ૨૨ રાજય અને ૫ સંઘશાસિત પ્રદેશોમાંથી આવેલા સ્પર્ધકો, મેનેજર, કોચ બધાએ ભેગા થઈ માર્ચ પાસ્ટ કરી પોત પોતાના પ્રદેશના ઝંડા લઈ રિપ્રેજન્ટકર્યું તથા મુખ્ય અતિથિને સલામી આપી. ત્યારબાદ દાદરા તેમજ નગરહવેલીથી બાલભવનના બાળકોએ અતિસુંદર સાંસ્કૃતિક કાર્યક્રમનું પ્રદર્શન કર્યું.

ત્રણ દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટમાં બધી ગેમ્સ ફાર્મટ્રેનિંગ સેન્ટર પર થશે. આ કાર્યક્રમમાં અતિથી વિશેષ નગરપાલિકાપ્રેસિડેન્ટ રાકેશ ચૌહાણ, જિલ્લા પંચાયત અધ્યક્ષ રમણ કાકવા,ખેલ સચિવ પુજા જૈન તથા અન્ય નાગરિકો ઉપસ્થિત રહ્યા. ઉદઘાટન સમારોહમાં મુખ્ય અતિથી તરીકે વકતવ્ય આપતા સજજનસિંહ યાદવે કહ્યું કે,આ ખુબ જ સારી શરૂઆત છે અને આવનાર દિવસોમાં દાદરા તેમજ નગર હવેલી વધુ મોટા ખેલોની મેજબાની કરશે. તેમણે બાળકોને ખેલભાવના સાથે રમવાનીસલાહ આપી.

કાર્યક્રમના અંતે ખેલ વિભાગનાં ઉપસચિવ રાકેશકુમારે ઉપસ્થિત દરેકને ધન્યવાદ કહ્યું. અંતમાં વિભિન્ન રાજયોમાંથી આવેલા બાળકોએસેલ્ફી પોઈન્ટ ઉપર સજજનસિંહ યાદવ તથા ખેલસચિવ પુજા જૈન સાથે સેલ્ફી લીધી. કાર્યક્રમના સમાપનમાં પદમશ્રી અને બે વાર ઓલમ્પીક પદ્મ વિજેતા સુશીલકુમાર ખાસઉપસ્થિત રહી સ્પર્ધકોનો ઉતસાહ વધારશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.