Abtak Media Google News
  • જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા પોસ્ટલ બેલેટ થકી મતદાન પ્રક્રિયા યોજવામાં આવી 

જામનગર ન્યૂઝ : લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અન્વયે તા.૭મી મે ના રોજ મતદાન થવાનું છે ત્યારે ચૂંટણી કામગીરીમાં રોકાયેલા કર્મચારીઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા પોસ્ટલ બેલેટ થકી મતદાન પ્રક્રિયા યોજવામાં આવી છે.Img 20240501 Wa0012

Advertisement

મતદાનના દિવસે મતદારો સુચારૂ રીતે મતદાન કરી શકે તે માટે ફરજ પર તૈનાત રહેનાર પોલીંગ સ્ટાફ દ્વારા સ્વામી વિવેકાનંદ શૈક્ષણિક સંકુલ ખાતે ઉભા કરવામાં આવેલ પોસ્ટલ બેલેટ મતદાન કેન્દ્ર ખાતે પ્રાંત અધિકારી શ્રી અસવાર સહિત કુલ 128 અધિકારી તથા કર્મચારીઓ દ્વારા પોસ્ટલ બેલેટ થકી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીની પવિત્ર અને નૈતિક ફરજ અદા કરવામાં આવી હતી.Img 20240501 Wa0030

ઉલ્લેખનીય છે કે, જામનગર સંસદીય મત વિસ્તારમાં ચૂંટણી સાથે સંકળાયેલા અન્ય વિસ્તારના મતદારો મતદાન કરવાથી વંચિત ન રહે તેમજ લોકશાહીના અવસરમાં સહભાગી બને તે માટે તાલીમની સાથે સાથે જ નિયત સ્થળોએ મતદાન કરી શકે તે પ્રકારેની સુદ્રઢ વ્યવસ્થા પણ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ગોઠવવામાં આવી હતી.

સાગર સંઘાણી

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.