Abtak Media Google News

શ્રીનગર બરફની ચાદરમાં ઢંકાઈ ગયું

મનાલી સહિત અન્ય ગામોમાં તાપમાન માઈનસમાં પહોંચ્યું: આગામી દિવસોમાં ઠંડીનો કહેર વધવાની સંભાવના

ઉત્તર ભારતના પહાડોમાં ફરી વખત ખુબજ બરફ વર્ષા થઈ છે. આ વર્ષમાં જાન્યુઆરીમાં આ પાંચમી વખત બરફ વર્ષા શ્રીનગર અને જમ્મુમાં જોવા મળી હતી. ત્યારે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશમાં સોમવાર અને મંગળવાર દરમિયાન અતિભારે સ્નોફોલ થાય તેવી આશંકા પણ દેખાઈ રહી છે. જેની સાથે ઉત્તરાખંડમાં પણ હવામાન બગડવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ૨૪ થી ૨૬ જાન્યુઆરી દરમિયાન ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાનો નવો દોર શરૂ થવાની સંભાવના છે. એવામાં ગણતંત્ર દિવસની રજાઓ વચ્ચે બરફ વર્ષાનો લાભ ઉઠાવવા યાત્રીઓ ઉત્તરાખંડ અને ખાસ કરી હિમાચલ પ્રદેશમાં પ્રવાસ અર્થે વિચાર કરી ર્હયાં છે.

ભારતીય મોસમ વિભાગના ક્ષેત્રીય કેન્દ્રીય પ્રમુખ બી.પી.યાદવ દ્વારા જાણવા મળ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરને શનિવારથી મંગળવાર સુધી રેડ એલર્ટ ઘોષીત કરવામાં આવ્યું છે. જયારે હિમાચલ પ્રદેશના થોડા વિસ્તારોમાં સોમવાર અને મંગળવાર દરમિયાન અતિ બરફ વર્ષા અને વરસાદ વરસે તેવી આશંકા સેવાઈ રહી છે. ઉત્તરાખંડ માટે સોમવાર અને મંગળવાર નિમ્નસ્તરનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આમ દિવસો દરમિયાન જાન્યુઆરી માસમાં ૪ થી ૫ વખત હિમવર્ષા પડતી હોય છે પરંતુ ૨૦૧૯ની સાલના પ્રથમ માસ જાન્યુઆરીમાં જ ૬ થી વધુ વખત હિમવર્ષા થઈ ચૂકી છે અને વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સ કારણ માનવામાં આવી રહ્યું છે. ત્યારે આ મૌસમ અને ગત વર્ષના જાન્યુઆરી માસના ફોટો સેટેલાઈટ દ્વારા જે મળ્યા હતા તેમાં ઘણો અંતર જોવા મળી રહ્યો છે.

ઉત્તર ભારતમાં ગરમીના મહિનાઓમાં પાણીની ઉપલબ્ધતા માટે સારી બરફવર્ષા ખુબજ મહત્વની છે. જયારે દહેરાદુનમાં વાડિયા ઈન્સ્ટિટયુટ ઓફ હિમાલયન જીયોલોજીના વૈજ્ઞાનિક ડી.પી.ડોબલે જણાવ્યું હતું કે, પાછલા ત્રણ વર્ષ દરમિયાન ઉત્તરાખંડમાં થયેલ બરફ વર્ષા સૌથી સારો છે. હિમાલયની નદીઓ માટે બરફનું પાણી પ્રમુખ સ્ત્રોત માનવામાં આવે છે. જેનાથી ઉત્તરી મેદાની વિસ્તારોની જે જરૂરીયાત હોય છે તે પણ પૂરી થઈ જતી હોય છે. ત્યારે જો ફેબ્રુઆરી અને માર્ચ આ બે મહિનામાં બરફ વર્ષા થાય તો ગરમીના સમય સુધી નદીઓમાં પાણીનો સ્ત્રોત સૌથી વધુ રહેશે.

વાત કરવામાં આવે તો ૧૯ જાન્યુઆરીના રોજ હિમાચલ પ્રદેશના અંતરીયાળ વિસ્તારોમાં નિમ્ન બરફ વર્ષા અને વરસાદ વરસ્યો હતો. જેના બાદ ૨૦ થી ૨૪ દરમિયાન હિમાચલ પ્રદેશમાં વર્ષા અને હિમવર્ષા જોર પકડવાનું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. વૈજ્ઞાનિકો દ્વારા માનવામાં આવી રહ્યું છે કે, ૨૧મી જાન્યુઆરીથી ૨૪ જાન્યુઆરી સુધી ખુબ ભારી વર્ષા અને બરફવર્ષા થવાનું અનુમાન છે અને હિમાચલ પ્રદેશમાં ઠંડીનો માહોલ પણ લગાતાર વધી રહ્યો છે ત્યારે કુલ્લુ જિલ્લાના મનાલીમાં માઈન્સ ૧.૨ ડિગ્રીએ પહોંચ્યું છે જયારે લાહોલ સ્પીતી ૦ થી લઈ માઈન્સ ૭ ડિગ્રી સેલ્સીયસ ન્યુનતમ તાપમાન સુધી પહોંચી ગયું છે જેથી આવનારા દિવસોમાં ઠંડીનું જોર વધુ રહેશે તેવું પણ અનુમાન કરવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.