Abtak Media Google News
  • દુષ્કર્મ આચરનાર તરૂણની ઉંમર પણ 16 વર્ષની : આજીડેમ પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી આરંભી

રાજકોટની 16 વર્ષની તરુણીને પ્રેમજાળમાં ફ્સાવી લગ્નની લાલચ આપી પાડોશમાં રહેતા તરૂણે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ આજીડેમ પોલીસ મથકમાં નોંધાતાં પોલીસે સગીરને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

રાજકોટના છેવાડાના વિસ્તારમાં રહેતી 16 વર્ષની સગીરાએ આજીડેમ પોલીસ મથકમાં પાડોશમાં જ રહેતા આશરે 16 વર્ષના તરૂણ સામે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાવી છે.

સગીરાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે,પોતે ઘરકામ કરે છે. આરોપી તરૂણ પડોશમાં જ રહેતો હોય તો પરિચય કેળવ્યો હતો અને મોબાઈલમાં વાતચીત શરૂ કરી હતી. તે દરમિયાન તેણે મિત્રતા બાદ પ્રેમજાળમાં ફ્સાવી લગ્નની લાલચ આપી હતી. તેમજ સગીરાના ઘરે તેમનો પરિવાર બહાર ગયો હોય ત્યારે લલચાવી, ફોસલાવી એકલતાનો લાભ લઈ તેની સાથે બળજબરીથી અવાર નવાર આઠેક વખત શરીર સંબંધ બાંધી હતો.આ બનાવ બાદ સગીરાએ દુષ્કર્મ અંગે પરિવારને જાણ કરતા પરિવારના પગ તળેથી જમીન સરકી ગઈ હતી અને તરૂણ સામે ફરિયાદ નોંધાવતા પીઆઇ એ.બી.જાડેજાની રાહબરીમાં હેડ કોન્સ. મેરૂભા ઝાલાએ જરૂરી કાર્યવાહી કરી સગીરવયના આરોપીને બાળ અદાલત સમક્ષ રજુ કરવા કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.