મારે અને તમારે રવિવારની રજા હોય છે સિવિલના સ્ટાફને નહીં
જેમની પુત્રી રાજકોટની પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોસ્પિટલ ખાતે મેડીસીન વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે ફરજો બજાવે છે, એવા જામનગરના વતની ડો. દિનેશ ભટ્ટે સહર્ષ જણાવ્યું હતું કે, મારા અને તમારા જેવા સામાન્ય માણસોને રવિવારની રજા હોય છે, સિવિલના સ્ટાફને આવી કોઇ પણ પ્રકારની રજા હોતી ની. તેઓ ૨૪*૭ અને ૩૬૫ દિવસ કોરોના સંક્રમિત દર્દીઓની સેવામાં સતત ખડે પગે હાજર જ હોય છે.
પાંચ દિવસ પહેલાં કોરોના પોઝિટિવ આવવાી ડો. મેધાવી ભટ્ટના પિતાને વધુ સારવાર ર્એ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. માત્ર પાંચ જ દિવસની સઘન સારવારી તેઓ કોરોનામુકત ઇ શકયા છે. આ બાબતો રાજીપો વ્યક્ત કરતાં ડો. દિનેશ ભટ્ટે કહયું હતું કે, સામાન્ય માણસોના મનમાં ઘર કરી ગયેલી એ વાત હું દૂર કરવા માંગુ છું કે, સરકારી હોસ્પિટલના ડોકટર્સ તેમના ઘરનાં સભ્યોની સારવાર અન્ય ખાનગી હોસ્પિટલમાં કરાવે છે. મારી દીકરી સરકારી હોસ્પિટલમાં નોકરી કરે છે, તેમ છતાં હું છેક જામનગરી અહીં સારવાર લેવા આવ્યો છું. મેં ધાર્યું હોત તો હું સાવ સરળતાી જામનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ શકત, પરંતુ મારી દીકરી જયાં નોકરી કરે છે ત્યાં જ સારવાર લેવાનું મેં ઉચિત માન્યું, અને આજે હું માત્ર પાંચ જ દિવસમાં કોરોનાને હરાવી શકયો છું.