Abtak Media Google News

ખ્યાતનામ કલાકારોનો અભિનય દર્શકોને મંત્રમુગ્ધ કરશે

રાજકોટ સિટી વુમન્સ કલબ દ્વારા આગામી તા.૨૪ને સોમવારે બપોરે ૩ કલાકે કલબના સભ્યો માટે ‘રૂપિયાની રાણી અને ડોલરીયો રાજા’ નાટક યોજાશે. જેમાં વડિલોના વચન માટે યુવતીની પ્રતિબધ્ધતાનું વર્ણન કરવામાં આવશે.

નાટકનું નિર્માતા ભાવિક શાહ, નિર્માણ નિયોજક અલ્પના મજમુદાર, લેખક હિતેન આનંદય, દિગ્દર્શક નિશિથ બ્રહ્મભટ્ટ છે. અલ્પના મજમુદાર, મમતા ભાવસાર, નંદિની મહેતા, જે.ડી.ગૌરાંગ, ગોપાલ બારોટ, કશ્યપ પાઠક, સૌરભ પાંડે, તનમય બરસાણી અને નિશિથ બ્રહ્મભટ્ટ સહિતના કલાકારો પોતાની કલા પીરસશે તેવું પ્રમુખ પ્રફુલાબેન મહેતા, ચેરમેન બિન્દુબેન મહેતા, સેક્રેટરી ઈન્દીરાબેન ઉદાણી, જોઈન્ટ સેક્રેટરી દર્શના મહેતા, ઉપપ્રમુખ મીનાબેન વસા, નીતા મહેતા, પ્રીતીબેન ગાંધી, કલ્પનાબેન પારેખ, દીનાબેન મોદી, અલ્કાબેન ગોસાઈ, જયશ્રીબેન ટોળીયાએ ‘અબતક’ની મુલાકાત દરમિયાન કહ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.