Abtak Media Google News

અયોઘ્યામાં આગામી રરમી જાન્યુઆરીના રોજ ભગવાન શ્રીરામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ભવ્યાતિભવ્ય જવણી કરવામાં આવનાર છે. ત્યારે સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસીએશન દ્વારા આ પાવન ઘડીએ સૌરાષ્ટ્રના તમામ ર7 માકેટીંગ યાર્ડ બંધ રાખવામાં આવે તેવી લાગણી સભર રજુઆત તમામ યાર્ડના ચેરમેનને કરવામાં આવી હતી. જેનો સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે.

આજ સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવે તેવી સંભાવના

રાજકોટ સહિત સોરાષ્ટ્રભરના ર7 માકેટીંગ યાર્ડ આગામી રરમી જાન્યુઆરીના રોજ બંધ રહેશે. આ અંગે આજે સાંજ સુધીમાં સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવશે.આ અંગે વધુ માહીતી આપતા સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસીએશનના પ્રમુખ અતુલભાઇ કમાણીએ જણાવ્યું હતું કે રરમી જાન્યુઆરીએ અવધના આંગણે ભગવાન શ્રીરામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પાવન દિવસે સૌરાષ્ટ્રના તમામ યાર્ડ બંધ રાખવા રજુઆત કરવામાં આવી હતી. જેનો મોટાભાગના યાર્ડના ચેરમેનો દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે. આજ રોજ સુધીમાં તમામ યાર્ડ દ્વારા એવી સત્તાવાર ઘોષણા કરી દેવામાં આવશે કે આગામી રરમી જાન્યુઆરીના રોજ યાર્ડ બંધ રહેશે.

રાજકોટ માર્કેટીંગ યાર્ડના પ્રમુખ જયેશભાઇ બોધરાએ જણાવ્યું હતું કે, આગામી સોમવારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા  મહોત્સવની ઉજવણી કરવામાં આવનાર હોય રાજકોટ માકેટીંગ યાર્ડમાં તમામ પ્રકારની જણસીની હરાજી બંધ રાખવામાં આવશે. યાર્ડ બંધ રાખવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.