Abtak Media Google News

બ્લડ બેંકો અને હોસ્પિટલો વચ્ચેના સંકલનના અભાવે છ લાખ લીટર લોહી, પ્લાઝમા અને પ્લેટલેટ્સ બગડ્યુ: મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, કર્ણાટક અને તામિલનાડુ રક્તના વેડફાટમાં અવ્વલ

રક્તદાનને મહાદાન ગણવામાં આવે છે. દેશમાં અનેક સંસ્થાઓ લોકોને રક્તદાન તરફ પ્રેરવા પ્રયાસ કરે છે. પરિણામે વર્ષે લાખો લીટર રક્તનું લોકો દાન કરતા હોય છે. પરંતુ આ રક્તનો વેડફાટ થતો જોવા મળે છે. લોકો દ્વારા વિનામૂલ્યે અપાતા રક્તનો ખાનગી બ્લડબેંકો વેપલો કરે છે. રક્તમાંથી પ્લાઝમા સહિતના તત્વો કાઢી લે છે. રક્તનો કોઇ હિસાબ રહેતો નથી અને અધુરામાં પુ‚ બગાડ પણ થાય છે. ત્યારે આવી બેદરકારી બાબતે ગુનાહીત સજાની જોગવાઇ હોવી જોઇએ. હાલ બ્લડ બેંકો અને હોસ્પિટલો વચ્ચેના સંકલનના અભાવે છ લાખ લીટર એટલે કે ર૮ લાખ યુનિટ લોહી છેલ્લા પાંચ વર્ષમાં વેડફાયુ હોવાના ચોંકાવનારા આંકડા મળ્યા છે. વર્ષે ભારતમાં ૩૦ લાખ લીટર લોહીની ઘટ રહે છે. લોહી પ્લાઝમા અને પ્લેટલેટ્સની કમીના કારણે વર્ષે હજારો લોકો અકસ્માતના બનાવ બાદ મોતના મુખમાં ધકેલાઇ જાય છે. ડિલીવરી બાદ રક્ત વહી ગયા પછી યોગ્ય સમયે પુરતુ લોહી ન મળતા અનેક મહિલાઓના મોત થાય છે. મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, કર્ણાટક અને તામિલનાડુમાં લોહીનો સૌથી વધુ વેડફાટ થતો હોવાનું નોંધાયું છે. માત્ર લોહી જ નહીં લાલ કણો અને પ્લાઝમા સહિતના જીવનરક્ષક તત્વો પણ આ રાજ્યોમાં એક્સપાયરી ડેટ પહેલા ઉપયોગમાં લઇ શકાતા નથી. એકલા વર્ષ ર૦૧૬-૧૭માં જ ૬.૫૭ લાખ યુનીટ લોહી અને તેની બાયોપ્રોડક્ટનો વેડફાટ થયો હતો. સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ વેડફાટમાં પ૦% હિસ્સો પ્લાઝમાનો હતો. પ્લાઝમાની સમયમર્યાદા એક વર્ષની હોવા છતા તેનો પુરતો ઉપયોગ કરી શકાયો ન્હોતો. આ આંકડા નેશનલ એઇડ્સ ક્ધટ્રોલ ઓર્ગેનાઇઝેશન દ્વારા આપવામાં આવ્યા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ રક્તનો વેડફાટ થયો છે. ત્યારબાદ પશ્ર્ચિમ બંગાળ અને આંધ્રપ્રદેશનું સ્થાન છે. વર્ષ ર૦૧૬-૧૭માં ૩ લાખ યુનિટ ફ્રેશ ફ્રોઝન પ્લાઝમાનો વેડફાટ થયો હતો. બ્લડ બેંકો અને હોસ્પિટલો વચ્ચે સંકલનનો અભાવ હોવાના કારણે આ વેડફાટ થયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.