Abtak Media Google News

એલ.સી.બી. પી.આઇ. અજયસિંહ ગોલિહની બુટલેગરો પર સર્જીકલ સ્ટ્રાઇક: હરિયાણાથી સૌરાષ્ટ્રના મોટા ગજાના બુટલેગર દારૂ મંગાવ્યાનું ખુલ્યું

700 પેટી શરાબ અને વાહન મળી રૂ. 49.31 લાખનો મુદામાલ સાથે વાહનના ચાલક અને ક્લિનરની ધરપકડ

જસદણ-આટકોટ માર્ગ પર આવેલા જલ સર્કલ પાસે એલ.સી.બી.એ દરોડો પાડી હરિયાણાથી ટ્રકમાં લવાતો રૂા. 29.23 લાખની કિંમતનો 700 પેટી વિદેશી દારૂનો જથ્થો સાથે રાજસ્થાની બે શખ્સોની ધરપકડ કરી વાહન અને દારૂ મળી રૂા. 49.31 લાખના મુદ્ામાલ કબ્જે કરી દારૂના મૂળ સુધી પહોંવા તપાસનો ધમધમાટ આદર્યો છે. રાજકોટ જિલ્લામાં દારૂબંધીનો કડક અમલ કરવા જિલ્લા પોલીસવડા બલરામ મીણાએ આપેલી સૂચનાને પગલે એલ.સી.બી.ના પી.આઇ. એ.આર. ગોહિલ સહિત સ્ટાફે પેટ્રોલીંગ હાથ ધર્યુ ત્યારે અમદાવાદ તરફથી ટોરસ ટ્રકમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને આવી રહ્યાંની કોન્સ્ટેબલ રહિમભાઇ દલ, પ્રવણભાઇ સાવરીયા અને ભાવેશભાઇ મકવાણાને મળેલી બાતમીના આધારે સ્ટાફે જસદણ નજીક નળ સર્કલ પાસે વોંચ ગોઠવી હતી.

પી.એસ.આઇ. એસ.જે. રાણા, એ.એસ.આઇ. મહેશભાઇ જાની, અમિતસિંહ જાડેજા, કોન્સ્ટેબલ બાલકૃષ્ણ ત્રિવેદી, અનિલભાઇ ગુજરાતી અને શક્તિસિંહ જાડેજા સહિતના સ્ટાફ વોચમાં હતાં ત્યારે શંકાસ્પદ હાલતમાં નીકળેલા ટોરસ ટ્રકને અટકાવી  તલાસી લેતા જેમાંથી આશરે રૂા.29.23 લાખની કિંમતનો 700 પેટી વિદેશી દારૂ સાથે ટ્રકના ચાલક ઓમપ્રકાશ ધમંડરામ ચૌધરી અને ઓમપ્રકાશ સોનારામ ચૌધરીની ધરપકડ કરી રૂા.49.31 લાખનો મુદ્ામાલ કબ્જે કર્યો હતો.

ઝડપાયેલા બન્ને શખ્સોની પ્રાથમિક તપાસમાં આ દારૂનો જથ્થો હરિયાણાથી મોકલવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રના મોટા ગજાના બુટલેગરે જંગી જથ્થો મંગાવ્યો હોવાનું બહાર આવતા પોલીસે મોબાઇલ નંબરના આધારે બુટલેગરની શોધખોળ હાથ ધરી દારૂનું પગેરુ દબાવવા એલસીબીના પી.આઇ. એ.આર. ગોહીલ સહીતના સ્ટાફે ચક્રો ગતિમાન કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.