Abtak Media Google News

પરિણામના પગલે સફળ ઉમેદવારો જેલમાંથી મુક્ત થયા બાદ પોતાનું ભવિષ્ય ઉજળુ બનાવી શકશે

ગુજરાતની  જેલોમાં 50 પૈકી ર9 કેદીઓ ધોરણ 1ર સામાન્ય પ્રવાહની પરીક્ષામાં પાસ થયા છે. એટલે કે 60 ટકા કરતા વધુ પરિણામ આવ્યુ છે. આ પરિણામના પગલે સફળ ઉમેદવારો જેલમાંથી મુક્ત થયા બાદ પોતાનું ભવિષ્ય ઉજળુ બનાવી શકશે.આ વર્ષે ગુજરાતમાં જુદી જુદી જેલમાં કેદીઓ (Prisoners) માટે પરીક્ષા કેન્દ્રની  વ્યવસ્થા કરવામાં આવી હતી. કેદીઓ પણ તેમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે તે માટે બોર્ડ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો છે.

ગુજરાતભરની જેલોમાંથી 50 કેદીઓએ ધોરણ 1ર સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી. ત્યારે આ આ 50 કેદીઓ પૈકી ર9 ઉમેદવારો પરીક્ષામાં સફળ થયા છે. આ ઉમેદવારો જેલમાંથી મુક્ત થયા બાદ રોજગારી મેળવી શકશે સાથે જ સન્માનભેર જીવન પણ જીવી શકશે.ગુજરાતમાં 4 સેન્ટ્રલ જેલ છે તો 11 ડિસ્ટ્રીક્ટ જેલ આવેલી છે. કેદીઓનું તેમની સજા દરમિયાન વર્તન સુમેળભર્યુ રહ્યુ હોય અને જેમને જેલના નિયમો સંપૂર્ણ રીતે પાળ્યા હોય તે લોકો ઓપન જેલમાં રહેતા હોય છે. ઘણીવાર તેમની સજા તેમના સારા વર્તનને કારણે ઓછી થાય તેવા પણ પ્રયાસ કરાય છે.

આ સાથે જ જેલ તંત્ર દ્વારા આ કેદીઓ જેલમાંથી મુક્ત થયા બાદ સામાન્ય માણસની જેમ કમાઈને પોતાનું ગુજરાન ચલાવી શકે તેવા પણ પ્રયાસ કરવામાં આવે છે. તેથી જ કેદીઓ માટે શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા કેન્દ્રની પણ વ્યવસ્થા કરવામાં આવે છે.ગુજરાતની જેલોમાં 50 પૈકી ર9 કેદીઓ ધોરણ 1ર સામાન્ય પ્રવાહની પરીક્ષામાં પાસ થયા છે. એટલે કે 60 ટકા કરતા વધુ પરિણામ આવ્યુ છે. આ પરિણામના પગલે સફળ ઉમેદવારો જેલમાંથી મુક્ત થયા બાદ પોતાનું ભવિષ્ય ઉજળુ બનાવી શકશે. રાજકોટમાં પણ સેન્ટ્રલ જેલમાં એક કેદીએ ધોરણ 1ર સામાન્ય પ્રવાહની પરીક્ષા આપી હતી. જો કે આ કેદી પરીક્ષામાં સફળ થઇ શક્યો નથી. જેના કારણે આ કેન્દ્રનું શૂન્ય પરિણામ આવ્યું છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.