Abtak Media Google News

રાજમાર્ગો પર નડતરરૂપ ચાના 41 થડાઓ હટાવાયા

કોર્પોરેશનની સોલીડ વેસ્ટ શાખા દ્વારા આજે ફૂટપાથ પર વધુ પડતું દબાણ, ડ્રેનેજ ચોક અપ અને ગંદકી ફેલાવવા સબબ શહેરના વિરાણી ચોકમાં આવેલી કનૈયા સમોસા એન્ડ દિલ્હી ચાર્ટ નામની દુકાનને સીલ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત શહેરના અલગ-અલગ રાજમાર્ગો પર ચેકીંગ દરમિયાન ચાના 41 થડાઓ કે જે ટ્રાફીકને નડતરરૂપ થતાં હતા તે સીલ કરવામાં આવ્યા છે. દબાણ હટાવ શાખા અને સોલીડ વેસ્ટ દ્વારા મ્યુનિ. કમિશનર અમિત અરોરાની સુચનાથી નાયબ મ્યુનિ. કમિશનર એ.આર.સિંહનાં માર્ગદર્શન હેઠળ ફૂટપાથ પર રહેલા દબાણ દુર કરવાની ઝુંબેશ ચાલી રહી છે, જેમાં શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા ટી સ્ટોલ અને ટેબલ તથા અન્ય ચીજવસ્તુઓ જપ્તી કરવાની કામગીરી કરવામાં આવી છે.

જેમ કે, જાહેર માર્ગ પર નડતર રૂપ ટી સ્ટોલ અને અન્ય પરચુરણ ચીજવસ્તુ 41 (શિવ ચાઈનિઝ)  તે નિર્મલા રોડ, ચંદ્રેશનગર મેઈન રોડ, મવડી રોડ, શાસ્ત્રી મેદાન સામે, બસ સ્ટેશન સામે, ઢેબર રોડ, યાજ્ઞિક રોડ વિરાણી ચોક પરથી જપ્ત કરવામાં આવ્યા હતા તેમજ ફૂટપાથ પર વધુ પડતું દબાણ, ડ્રેનેજ ચોક અપ અને ગંદકી ફેલાવવા બાબતે સોલીડ વેસ્ટ મેનેજેમેન્ટ શાખા દ્વારા કનૈયા સમોસા-દીલ્લી ચાટ (વિરાણી ચોક)ને સીલ કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.