Abtak Media Google News

ગોંડલનાં કોવિડ સેન્ટરમાં ઓકિસજન સાથેના 81 બેડની સુવિધા 

જસદણ સબ ડિસ્ટ્રીકટ હેલ્થ સેન્ટરમાં ઓકિસજન સાથેના 24 બેડ 

રાજકોટ શહેર- જિલ્લામાં કોરોનાના દર્દીઓની સારવાર માટે બપોરે 4:00 કલાકની સ્થિતિએ સરકારી તેમજ ખાનગી હોસ્પિટલના મળીને કુલ 3,051 બેડ કાર્યરત છે. હાલ 2,922 દર્દીઓ સારવાર હેઠળ છે તેમજ 129 બેડ ઉપલબ્ધ હોવાનું જિલ્લા વહીવટી તંત્રની યાદીમાં જણાવાયું છે.

પી.ડી.યુ. કોવીડ હોસ્પિટલ ખાતે 538 ઓક્સિજન બેડ સહીત કુલ 808 બેડ કાર્યરત છે. અહીં 781 દર્દીઓ સારવાર હેઠળ છે, હાલ 27 બેડ ઉપલબ્ધ છે. સમરસ ડેડીકેટેડ કોવીડ હેલ્થ સેન્ટર ખાતે 516 બેડ ઓક્સિજન સાથની સુવિધા સાથે કાર્યરત છે. 487 દર્દીઓ સારવાર હેઠળ છે, હાલ અહીં 29 બેડ ખાલી છે.

ઈ.એસ.આઈ.એસ. સેન્ટર ખાતે 41 બેડ ની સુવિધા છે, હાલ તમામ બેડ ઉપલબ્ધ છે. ગોંડલ સ્થિત ડેડીકેટેડ હેલ્થ સેન્ટર ખાતે 81 બેડ ઓક્સિજનની સુવિધા સાથે કુલ 82 બેડ કાર્યરત છે. અહીં 81 દર્દીઓ સારવાર હેઠળ છે, હાલ 1 બેડ ખાલી છે. કેન્સર હોસ્પિટલ સ્થિત કોવીડ સેન્ટર ખાતે 197 પૈકી 177 બેડ ઓક્સિજનની સુવિધા સાથે કાર્યરત છે. હાલ 171 દર્દીઓ સારવાર હેઠળ તેમજ 26 બેડ ઉપલબ્ધ છે. જસદણ સબ ડીસ્ટ્રીકટ હેલ્થ સેન્ટર ખાતે 24 બેડ ઓક્સિજન સાથે મળી કુલ 27 બેડની સુવિધા છે. અહીં 24 દર્દીઓ સારવાર હેઠળ તેમજ 3 બેડ ઉપલબ્ધ છે. જયારે ધોરાજી સબ ડીસ્ટ્રીકટ હેલ્થ સેન્ટર ખાતે ઓક્સિજનની સુવિધા સાથેના 35 મળી કુલ 70 બેડનું સુવિધા છે. અહીં કુલ 70 દર્દીઓ સારવાર હેઠળ છે.

જયારે ખાનગી હોસ્પિટલોના બધા મળી 1,310 બેડ કાર્યરત છે. 926 બેડ ઓક્સિજનની સુવિધા સાથે છે. હાલ 1,308 દર્દીઓની સારવાર ચાલી રહી છે જયારે 2 બેડ ખાલી છે. પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે 205 તેમજ ખાનગી હોસ્પિટલમાં 384 મળી કુલ 583 વેન્ટિલર ઉપલબ્ધ હોવાનું યાદીમાં જણાવાયું છે.

ડેડીકેટેડ કોવિડ હેલ્થ સેન્ટર ખાતે ઓક્સિજનની સુવિધા સાથે 516 બેડ

હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમરસ હોસ્ટેલ ખાતે 516 બેડની ઓક્સિજનની સુવિધા સાથેનું ડેડીકેટેડ કોવીડ હેલ્થ સેન્ટર અને 500 બેડનું કોવીડ કેર સેન્ટર સમરસ સેન્ટર પ્રાંત અધિકારીશ્રી ચરણસિંહ ગોહિલની સીધી દેખરેખ હેઠળ પૂર્ણ કક્ષાએ કાર્યરત છે.તારીખ 14 એપ્રિલના બપોરે 2.30 કલાકની પરિસ્થિતિએ 497 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 442 દર્દીઓ ઓક્સિજન પર છે. તેમજ 55 દર્દીની રૂમ વાતાવરણમાં સારવાર ચાલી રહી છે. હાલની પરિસ્થિતિએ 18 બેડ ઉપલબ્ધ હોવાનુ ડો. મેહુલ પરમારે જણાવ્યુ છે. સમરસ કોવીડ કેર સેન્ટર ખાતે સવારે8:00કલાકની સ્થિતિએ કુલ500બેડ પૈકી153દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.જયારે347બેડ ઉપલબ્ધ છે. છેલ્લા24કલાકમાં28નવા દર્દીઓ દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે9દર્દીઓને ડિસ્ચાર્જ,8 દર્દીઓ હોમ આઈસોલેશન તેમજબેદર્દીઓને પરત સિવિલ કોવીડ હોસ્પિટલ ખાતે રીફર કરાયા હોવાનું ડો. જયદીપ જણાવે છે. હાલ ડેડીકેટેડ કોવીડ હેલ્થ સેન્ટર ખાતે ડો. મેહુલ પરમાર,ડો. પીપળીયા તેમજ કોવીડ કેર સેન્ટર ખાતે ડો. જયદીપ ભૂંડિયાની અધ્યક્ષતામાં 150 થી વધુનો મેડિકલ સ્ટાફ દર્દીઓની સારવાર કરી રહ્યા છે.

સમરસ હોસ્ટેલ અને હોસ્પિટલમાં  દર્દીઓને અપાતું પૌષ્ટિક  ભોજન

કોરોના સંક્રમિત લોકોને સમયસર સારવાર મળી રહે તે માટે એસીમ્ટોમેટીક – હળવા લક્ષણો ધરાવતાં લોકોને  શહેરમાં આવેલ સમરસ હોસ્ટેલ – હોસ્પિટલ ખાતે દાખલ કરવાાં આવે છે. દાખલ થયેલા આ દર્દીઓની આરોગ્ય સુખાકારી માટે તેઓ ઝડપણી સ્વસ્થ થાય તે માટે તેમને દવાની સાથે પૌષ્ટિક આહાર પણ નિયમિત આપવામાં આવી રહયો છે.

સમરસ હોસ્ટેલ દર્દીઓને અપાતા ભોજન બાબતે મામલતદાર કથિરીયાએ જણાવ્યું હતુ કે, સમરસ હોસ્ટેલના રસોડામાં પૌષ્ટીક ભોજન તૈયાર કરવામાં આવે છે. અહીં દાખલ થયેલા દર્દીઓને સવારે 6-00 થી 7-30 દરમિયાન ચા અને નાસ્તો આપવામાં આવે છે. બપોરના ભોજનમાં બે શાક – રોટલી, દાળ – ભાત અને એક સ્વીટ આપવામાં આવે છે. સાંજે 4-00 વાગ્યે ચા અને સુધો નાસ્તો આપીએ છીએ અને સાંજે ભોજનમાં શાક – રોટલી, ખીચડી – કઢી અને છાસ તૈયાર કરી દર્દીઓને તેમના બેડ ઉપર માણસ મારફત પહોંચાડવામાં આવે છે.

જિલ્લા કલેકટર રેમ્યા મોહનના માર્ગદર્શન હેઠળ નોડલ અધિકારી મેહુલ દવે, પ્રાંત અધિકારી સર્વ ગોહિલ અને દેસાઈ દ્વારા સમરસ હોસ્ટેલ ખાતે દર્દીનારાયણની સેવા માટે હાથ ધરાયેલી કામગીરીનું સીધુ મોનીટરીંગ પણ કરવામાં આવી રહયું છે.

જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 3811 એન્ટીજન ટેસ્ટ

 કોરોના સંક્રમણને ખાળવા આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટ જિલ્લામાં સર્વેલન્સ અને ટેસ્ટની કામગીરી સઘન બનાવવામાં આવી છે. જે અન્વયે જિલ્લામાં તા. 13 મી એપ્રિલે આરોગ્ય વિભાગના કર્મીઓ દ્વારા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ડોર ટુ ડોર જઈ કોવીડ-19 અંતર્ગત સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે. સર્વેલન્સની સાથે જિલ્લામાં એન્ટીજન ટેસ્ટનું કાર્ય પણ સઘન બનાવાયું છે.

જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા પ્રાપ્ત વિગતો મુજબ તા. 13 મી એપ્રિલના રોજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં 810 સર્વેલન્સ ટીમ દ્વારા 43,479 ઘર/કુટુંબના અને ગ્રામ્ય વિસ્તારમાં 542 સર્વેલન્સ ટીમ દ્વારા 30,379 ઘર/કુટુંબના સર્વેલન્સની કામગીરી કરવામાં આવી હતી. સર્વેલન્સની સાથો-સાથ જિલ્લામાં કોરોના ટેસ્ટીંગની કામગીરીમાં પણ વેગ આવ્યો છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કાર્યરત 55 ટેસ્ટીંગ વાહનો દ્વારા સણોસરા, ચણોલ, દેવકીગાલોલ અને જસદણ ગ્રામ્ય વિસ્તારોમાં કુલ મળી 3,811 એન્ટીજન ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.