Abtak Media Google News

આતંકવાદના ખાત્મા તરફ ભારતનું મોટું પગલું 

નકલી પાસપોર્ટ લઈને અમદાવાદ એરપોર્ટ પરથી નાસી છૂટે તે પૂર્વે જ સરદારનગર વિસ્તારમાંથી દબોચી લેવાયાં

ગુજરાત એટીએસને એક મોટી સફળતા હાથ લાગી છે. ગુજરાત એટીએસએ અમદાવાદમાંથી દાઉદ ઈબ્રાહિમ ગેંગના ચાર સાગરિતોને બાતમીના આધારે ઝડપી પાડ્યા છે. ગુજરાત એટીએસએ બાતમીના આધારે દાઉદ ગેંગના અબુ બકર, યુસુફ ભટાકા, શોએબ બાબા, સૈયદ કુરેશીની ધરપકડ કરી છે. ગુજરાત એટીએસના હાથે ઝડપાયેલા આ ચારેય શખસો ૧૯૯૩ મુંબઈ બ્લાસ્ટ કેસમાં વોન્ટેડ આરોપીઓ હતા. પ્રાપ્ત રિપોર્ટ મુજબ, મુંબઈ બ્લાસ્ટ બાદ તમામ આરોપીઓ વિદેશ ભાગી ગયા હતા. એ પછી નકલી પાસપોર્ટના આધારે થોડા જ સમય પહેલાં તેઓ અમદાવાદપરત ફર્યા હતા. ત્યારે બાતમીના આધારે ચારેય આરોપીઓને ગુજરાત એટીએસએ ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત રિપોર્ટ મુજબ, 1993 મુંબઈ બ્લાસ્ટના વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવામાં ગુજરાત એટીએસને મોટી સફળતા હાથ લાગી છે. મુંબઈ બ્લાસ્ટ કેસમાં નાસતા ફરતા ચારેય આરોપીઓને ગુજરાત એટીએસએ અમદાવાદમાંથી ઝડપી પાડ્યા છે. આ ગેંગનો આરોપી અબુ બકર દાઉદ ઈબ્રાહિમનો ખાસ માનવામાં આવી રહ્યો છે. મુંબઈ બ્લાસ્ટ બાદ આ ચારેય આરોપીઓ નાસતા ફરતા હતા. એવા પણ રિપોર્ટ સામે આવ્યા છે કે, બ્લાસ્ટ બાદ તેઓ વિદેશ ફરાર થઈ ગયા હતા. એ પછી નકલી પાસપોર્ટના આધારે થોડા સમય પહેલાં જ તેઓ અમદાવાદ પરત ફર્યા હતા. ત્યારે બાતમી મળતા ગુજરાત એટીએસએ એક ખાસ ઓપરેશન હાથ ધર્યુ હતુ. જે બાદ દાઉદ ગેંગના સાગરિતોને અમદાવાદમાંથી ઝડપી પાડ્યા હતા.

ગુજરાત એટીએસએ અમદાવાદમાંથી દાઉદ ગેંગના અબુ બકર, યુસુફ ભટાકા, શોએબ બાબા, સૈયદ કુરેશીને ઝડપી પાડ્યા છે. એવા પણ રિપોર્ટ સામે આવ્યા છે કે, સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓને ગેરમાર્ગે દોરવા માટે તમામ આરોપીઓ સતત પોતાના ઠેકાણા બદલતા હતા. સાથે જ તેઓ પાસેથી જે પાસપોર્ટ કબજે કરવામાં આવ્યો છે તેમાં પણ ફેક વિગતો સામે આવી છે. આ ચારેય આરોપીઓ ૧૯૯૩ મુંબઈ બ્લાસ્ટ કેસના વોન્ટેડ આરોપીઓ છે.

મુંબઈમાં ક્યાં અને કેટલાં બ્લાસ્ટ કર્યા હતા?

મુંબઈમાં ૧૯૯૩ માં ૧૨ અલગ અલગ જગ્યાએ બ્લાસ્ટ થયા હતા. મુંબઈ સ્ટોક એક્સચેન્જ, નરસી નાથ સ્ટ્રીટ, શિવસેના ભવન, એર ઈન્ડિયા બિલ્ડિંગ, સેન્ચ્યુરી બજાર, માહિમ, ઝવેરી બજાર, સી રોક હોટલ, પ્લાઝા સિનેમા, જૂહુ સેન્ટર હોટલ, સહારા એરપોર્ટ અને સેન્ટર હોટલ એરપોર્ટ ખાતે બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા. ગુજરાત એટીએસના હાથે ઝડપાયેલા ચારેય આરોપીઓ મુંબઈ ૧૯૯૩ બ્લાસ્ટ કેસમાં વોન્ટેડ હતા.

બૉમ્બ બ્લાસ્ટમાં લોજીસ્ટિક સ્પોર્ટ કરવામાં હતા શામેલ

1993ના સિરિયલ બ્લાસ્ટમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં તેમજ લોજિસ્ટિક સપોર્ટ કરવા માટે મદદ કરી હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ, તેઓ હજી પણ દાઉદ ગેંગના સંપર્કમાં હોય એવું માનવામાં આવે છે, જેના આધારે હવે ડી કંપનીના વધુ કનેક્શન બહાર આવી શકે. તેઓ શા માટે અમદાવાદ આવી રહ્યા હતા, જો તેમના અમદાવાદમાં કનેક્શન હોય તો ગુજરાત પોલીસ માટે ખૂબ મોટી સફળતા સાબિત થશે. આરોપીઓની પૂછપરછ હવે સેન્ટ્રલ એજન્સી દ્વારા કરવામાં આવશે.

ચારેય શખ્સો વિરુદ્ધ રેડ કોર્નર નોટીસ હતી અમલી

આ ચારેય શખ્સ સામે સામે રેડ કોર્નર નોટિસ જારી કરવામાં આવી હતી. તેઓ તામિલનાડુ, બેંગાલુરુ અને મુંબઈના રહેવાસી છે. અર્જુન ગેંગના આ લોકો મહમ્મદ ડોસા સાથે જોડાયેલા હતા. તેમજ બ્લાસ્ટની પાકિસ્તાનમાં ટ્રેનિંગ લીધી હતી. સીબીઆઈ અને એનઆઈએએની તપાસમાં આરોપીઓના નામ સામે આવ્યા હતા. ૧૯૯૫માં ભારત છોડી દીધું હતું અને પાસપોર્ટ બદલવા પરત આવ્યા હતા. ૮ દિવસના રિમાન્ડ બાદ સીબીઆઈને સોંપવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.