Abtak Media Google News
  • 31 માર્ચ 2025 સુધી સરકાર દેશી ચણાની આયાત ડયૂટી ઉપર મુક્તિ આપશે

આગામી દિવસોમાં ભાવ વધવાની શક્યતાના પગલે સરકારે ડુંગળી પર 40 ટકા નિકાસ જકાત લાદી છે.  આ પહેલીવાર છે જ્યારે ડુંગળી પર નિકાસ ડ્યુટી લાદવામાં આવી છે.  સ્થાનિક બજારમાં ડુંગળીનો પુરવઠો વધારવા અને ભાવમાં સ્થિરતા લાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

Advertisement

સરકારે 31 ઓક્ટોબર, 2024 ના રોજ અથવા તે પહેલાં જારી કરાયેલ બીલ ઓફ એન્ટ્રી દ્વારા આવરી લેવામાં આવતા શિપમેન્ટ માટે પીળા વટાણાની આયાત પરની ડ્યુટી મુક્તિ વધારી છે.  એક નોટિફિકેશનમાં નાણા મંત્રાલયે કહ્યું કે ફેરફારો 4 મેથી લાગુ થશે.  ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.  જો કે, સરકાર ભારતના મિત્ર દેશોમાં શિપમેન્ટની મંજૂરી આપે છે.  તેણે યુ.એ.ઇ અને બાંગ્લાદેશમાં ડુંગળીની ચોક્કસ માત્રામાં નિકાસ કરવાની મંજૂરી આપી છે.  ગયા વર્ષે ઓગસ્ટમાં ભારતે 31 ડિસેમ્બર, 2023 સુધી ડુંગળી પર 40 ટકા નિકાસ જકાત લાદી હતી.

શનિવારે જારી કરાયેલા એક નોટિફિકેશનમાં નાણા મંત્રાલયે કહ્યું કે નિકાસ ડ્યૂટી તાત્કાલિક અસરથી લાગુ થઈ ગઈ છે અને 31 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.  તાજેતરના સમયમાં ટામેટા બાદ ડુંગળીના ભાવમાં વધારો થયો છે.  એક સપ્તાહની અંદર છૂટક ભાવમાં લગભગ 60 ટકાનો વધારો થયો છે.  મોટા શહેરોમાં ડુંગળીના ભાવ 25-30 રૂપિયાથી વધીને 40-45 રૂપિયા પ્રતિ કિલો થઈ ગયા છે.  મોટી છૂટક દુકાનોમાં ભાવ 50 રૂપિયા પ્રતિ કિલોએ પહોંચી ગયો છે.  ઉપભોક્તા બાબતોના પ્રાઇસ મોનિટરિંગ વિભાગના જણાવ્યા અનુસાર, એક મહિના પહેલા રિટેલ માર્કેટમાં ડુંગળીની સરેરાશ કિંમત 27 રૂપિયા પ્રતિ કિલો હતી, જે હવે 31 રૂપિયાની આસપાસ છે.

આ પહેલા સરકારે ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ લાદવાનો નિર્ણય લીધો હતો પરંતુ તે નિર્ણયના વિરોધમાં ખેડૂતોએ માંગ ઉચ્ચારી હતી કે ડુંગળીનું વેચાણ થવું જોઈએ જેના પરિણામ સ્વરૂપે નિર્ધારિત માત્રામાં ડુંગળીની નિકાસ કરવા માટેની છૂટ સરકાર દ્વારા આપવામાં આવી હતી અને તેના માટે ત્રણ બંદરો પણ નથી કરવામાં આવ્યા હતા. સફેદ ડુંગળીની 2,000 મેટ્રિક ટનથી વધુની નિકાસને તાત્કાલિક અસરથી નિર્દિષ્ટ બંદરો દ્વારા મંજૂરી આપવામાં આવતી નથી,” તે જણાવ્યું હતું.  મુન્દ્રા પોર્ટ, પીપાવાવ પોર્ટ અને ન્હાવા શેવા પોર્ટ પરથી નિકાસની પરવાનગી છે.

શું કામ એક્સપોર્ટ ડ્યુટી લાદવામાં આવે છે ?

મે થી સપ્ટેમ્બર મહિના દરમિયાન ડુંગળીના ભાવ આસમાને જોવા મળતા હોય છે ત્યારે ભાવને કાબુમાં લાવવા અને ઘરેલુ ઉપલબ્ધતા વધારવા માટે સરકાર એક્સપોર્ટ ડ્યુટી લાદે છે. પરિણામ સ્વરૂપે સરકારે 40% નિકાસ ડ્યુટી લાદી હોવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડુંગળીના વધતા ભાવે ભૂતકાળમાં સરકારને પણ ઉથલી છે જેના ઉપરથી એ વાત તો સ્પષ્ટ છે કે ડુંગળીનું આર્થિક અને રાજકીય મહત્વ પણ ખૂબ વધુ છે.

ઘણી ખરી વખત આયાત પણ કરવી પડે છે ડુંગરી

ડુંગળીના સંઘરાખોરી અને કાળા બજાર રોકવા માટે સ્ટોક મર્યાદા લદાઇ છે.

સ્થાનિક પુરવઠાનો જથ્થો સુધારવા તથા દેશમાં ડુંગળીનો પુરવઠો વધે અને એના ભાવ વધે નહિ, એ આયાતનો હેતુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.